Western Times News

Gujarati News

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્વારા “ભાભીજી ઘર પર હૈ”ના પ્રોડ્યુસરનું સન્માન કરાયું

&ટીવી પર “ભાભીજી ઘર પર હૈ”માં ડબલ ઉજવણી, કારણ કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્વારા સંજય કોહલીનું સન્માન અને શોએ 1800 એપિસોડ પૂરા કર્યા!

એન્ડટીવીના મજેદાર કોમેડી શો ભાભીજી ઘર પર હૈ માટે ડબલ ઉજવણી છે. શોએ 1800 એપિસોડની સિદ્ધિ પાર કરી છે અને તે સાથે તેના પ્રોડ્યુસર સંજય કોહલીનું ઉત્તમ રમૂજ સાથે મનોરંજક કોમેડી સિરિયલ નિર્માણ કરવામાં બેજોડ યોગદાન માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડન દ્વારા સન્માન કરાયું છે.

આ કોમેડી શોએ મજેદાર પાત્રો અને વાર્તા સાથે દર્શકોનું મનોરંજન ચાલુ રાખ્યું છે અને આ બે સિદ્ધિ શોની ભરપૂર લોકપ્રિયતાનો દાખલો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ વિશે એડિટ-2 પ્રોડકશન્સ ખાતે પ્રોડ્યુસર સંજય કોહલીને ધ કિંગ ઓફ કોમેડી તરીકે ઓળખવામાં આવે તે યોગ્ય જ છે.

તેઓ કહે છે, “મનોરંજન ઉદ્યોગમાં મારા યોગદાનનું સન્માન કર્યું તે માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડનનો હું આભારી છું. હું આ સન્માન મારી આખી એડિટ-2 ટીમ અને અમારા પ્રવાસમાં યોગદાન આપનારા બધાને સમર્પિત કરું છું. મારી વહાલી ટીમ અને હું આ સન્માનથી ગદગદ છીએ ને અમારા દર્શકોના જીવનમાં મારા શો ભાભીજી ઘર પર હૈના માધ્યમથી બેહદ ખુશી અને હાસ્ય લાવી શક્યા તેનો આનંદ છે.

આ ઉત્તમ શોમાં સ્થાન પામ્યો છે અને વર્ષોથી દર્શકોનો ફેવરીટ રહ્યો છે. શો માટે દરરોજ ઉજવણી હોય છે, જે અપવાદાત્મક કોમેડી કન્ટેન્ટ સાથે દરેકના જીવનમાં ખુશી અને સ્મિત લાવે છે. જોકે આવા અવસરો અત્યંત વિશેષ હોય છે, કારણ કે તે કશું યોગ્ય કરવાની અને અમારા દર્શકોને મનોરંજન આપવાની અમારી માન્યતાને ફરીથી દ્રઢ બનાવે છે.

મને ગૌરવની લાગણી થાય છે અને બધું શ્રેય એડિટ-2ના સર્વ કલાકારો અને ક્રુ અને ભારતીય ટેલિવિઝન પર અમારા શોને શ્રેષ્ઠ કોમેડી શોમાંથી એક બનાવવા માટે દરરોજ સખત મહેનત લેનારાને બધું શ્રેય આપું છું. અમારી સરાહના કરનાર અને પ્રેમ આપનાર અમારા વહાલા દર્શકોનો હું આભારી છું.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં આસીફ શેખ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “મારા જીવનનો એક ઉત્તમ નિર્ણય ભાભીજી ઘર પર હૈના કલાકારો સાથે જોડાવાનો હતો. શોએ મને દેશભરના દર્શકો પાસેથી ભરપૂર સન્માન, પ્રેમ અને વહાલ આપ્યા છે અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ઘણા બધા લોકોના ચહેરા પર સ્મિત લાવવાની તક આપી છે.

અમારા શોએ હાલમાં જ સાત વર્ષ પૂર્ણ કર્યાં છે. શો 1800 એપિસોડની સિદ્ધિએ પહોંચ્યો છે અને સંજયજીનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડન દ્વારા સન્માન ડબલ ઉજવણી છે. અમારા બધાને માટે આ મોટો અવસર છે. હું આ શો અમને આપવા માટે અને ભારતનો ફેવરીટ કોમેડી શોમાંથી એક બનાવવા માટે સંજયજીને અભિનંદન આપું છું. અમારા બધા કલાકારો અને ક્રુએ સખત મહેનત અને પ્રયાસ આપ્યા અને અમારા દર્શકોએ ભરપૂર પ્રેમ અને સ્નેહ આપ્યા તે પણ ભૂલી નહીં શકાય.”

ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે કહે છે, “શો નિઃશંક રીતે અમારા અંગત ફેવરીટમાંથી એક છે અને દર્શકોનો પણ ફેવરીટ છે. તેનો મોટો વફાદાર વર્ગ છે અને દરેક પત્ર આઈકોનિક દરજ્જો માણે છે અને અનોખાં તરી આવે છે. લોકોને હસાવવાનું આસાન નથી

અને દર્શકોને બેરોકટોક મનોરંજન અને રમૂજ સાથે સત વર્ષસઉધી હસાવતા રહેવું તે મોટું કામ શોએ સફળતાથી પાર પાડ્યું છે. મને ભરપૂર ખુશી અને ગૌરવની લાગણી થાય છે. સંજયજીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસથી નવાજવામાં આવ્યા અને અમારા શોએ 1800 એપિસોડ પૂરા કર્યા તે ઉજવણીને વધુ ભવ્ય અને વધુ વિશેષ બનાવે છે.

સંજયજી અને ભાભીજી ઘર પર હૈની ટીમને ઉજવણીના આ ડબલ બોનાન્ઝા માટે અભિનંદન. શોએ નવું સીમાચિહન પ્રસ્થાપિત કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે આગામી દિવસોમાં આવી વધુ સફળતાઓ હાંસલ કરતા રહીશું. અમે અમારા દર્શકો અને ચાહકોએ સતત પ્રેમ અને ટેકો આપ્યા તે બદલ તેમના ખૂબ ખૂબ આભારી છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.