Western Times News

Gujarati News

પોલીસ સ્ટેશનોમાં વોટર કૂલર બંધ હાલતમાં: RO પ્લાન્ટ નિયમિત સર્વિસ થતા નથી

પ્રતિકાત્મક

મોટાભાગના પોલીસ ઈન્સ્પેકટર તેમની કેબીનમાં ફ્રીઝ રાખતા હોય છે. જેથી તેમના માટે પાણીનો પ્રશ્ન નથી ઉભો થતો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીને કારણે તાપમાન ૪૪ થી ૪પ ડીગ્રી સુધી પહોચી ગયું છે. જેના કારણે સામાન્ય માણસની સ્થિતી કફોડી બની જાય છે. આવા સમયે પોલીસ સ્ટેશનમાં સતત ૧રથી ૧પ કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા મળી રહે તે જરૂરી છે.

પણ અમદાવાદ શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં વોટર કુલર બંધ હાલતમાં છે. અને આરઓ પ્લાન્ટ પણ સમયસર સર્વીસ ન થતી હોવાને કારણે પોલીસ કર્મચારીઓ ઘરે લાવવા કે બહારથી પાણી ખરીદી કરીને પીવું પડે છે.

આ ઉનાળામાં છેલ્લા દસ વર્ષની સરખામણીમાં એપ્રિલ અને મે મહિનાથી જ ભારે ગરમી નોધાઈ રહી છે. જેમાં હીટ વેવના અનેક તબકકાઓ પણ આવી ગયા છે. જેમાં તાપમાન ૪પ ડીગ્રી સુધી પહોચ્યું છે. આવા સમયે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં આવેલા મોટાભાગના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મુશ્કેલી વધી છે.

જયાં તમામ પોલીસ મથકોમાં વોટરકુલર મુકવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં વોટર કુલ બંધ હાલતમાં છે. જેના કારણે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્ટાફને પીવા માટે ઠડું પાણી નથી મળતું જેના કારણે ઘરેથી લાવવું પડે છે. કે પછી બહારથી ખરીદી કરીને પીવું પડે છે.

એટલું જ નહી પોલીસ સ્ટેશનોમાં મુકવામાં આવેલા આર ઓ પ્લાન્ટ પૈકી ઘણા પ્લાન્ટ બંધ હાલતમાં છે. જેથી પીવાનું શુધ્ધ પાણી પણ નથી મળતું. જેથી મુશ્કેલીઓ સતત વધી છે. પોલીસ વિભાગ દ્વારા આર ઓ પ્લાન્ટ સવિર્સ કરવા માટે કેટલીક એજન્સીઓને કોન્ટ્રાકટ આપ્યો છે. પરંતુ આર ઓ પલાન્ટ સર્વીસમાં બેદરકારી રાખવામાં આવતી હોવાને કારણે આર ઓ બંધ હાલતમાં છે.

એટલું જ નહી પોલીસ હેડ કવાર્ટસ અને પોલીસ કમીશ્નર કચેરીમાં અપુરતા વોટર કુલર છે. અને આર ઓ પ્લાન્ટ પણ બંધ હોય છે. જેથી ત્યાં ફરજ બજાવતા મોટાભાગના પોલીસ કર્મચારીઓ પરેશાની સહન કરે છે.

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે મોટાભાગના પોલીસ ઈન્સ્પેકટર તેમની કેબીનમાં ફ્રીઝ રાખતા હોય છે. જેથી તેમના માટે પાણીનો પ્રશ્ન નથી ઉભો થતો જેથી તે અન્ય પોલીસ કર્મચારીઓ માટે સ્થિત સમજી શકતા નથી અનેકવાર રજુઆત બાદ પણ નિરાકરણ નથી આવતું પરીણામે ગરમી વધવાની સાથે પોલીસ કર્મચારીઓની મુશ્કેલી પણ વધે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.