Western Times News

Gujarati News

બાયડ પોલીસના જાપ્તામાંથી આરોપી ફરાર થવાનો મામલો                 

જીલ્લા પોલીસ અધિક્ષકે બે પોલીસને સસ્પેન્ડ કર્યાઃબે સામે ખાતાકીય તપાસ

અરવલ્લી જીલ્લાના બાયડ પોલીસ મથકના પોલીસકર્મીઓના જાપ્તામાંથી ખુંખાર આરોપી ફરાર થવાના અરવલ્લી જીલ્લા પોલીસ વડા એક્શન મોડમાંં આવ્યા છે.બાયડ પોલિસ મથકના બેદરકાર પોલીસ કર્મીઓમાંથી જીલ્લા પોલીસ વડા દ્વારા હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ અને કોન્સ્ટેબલ મહોબતસિહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જ્યારે અન્ય બે પોલીસ કર્મીઓ   શૈલેષ માલવિયા અને   મહેશ ખાંટ સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમાઈ ગામની ઈકો ગાડીના ચોરી પ્રકરણમાં યુપી.થી બે આરોપીઓને ટ્રાન્સફર વોરંટ થી લવાયા હતા. આરોપીઓને પરત યુપી સોંપવા જઈ રહ્યા હતા પોલીસ કર્મીઓ એ સમયે  રાજસ્થાનની સીમામાંથી એક આરોપી પોલીસને ચકમો આપી બસની બારીમાંથી કુદીને ફરાર થયો હતો.

પોલીસ પાસે રહેલા એક આરોપીને યુપી પોલીસને સોંપાયો. અરવલ્લી પોલીસે ફરાર આરોપી સામે યુપીમાં નોંધાવ્યો ગુનો.પોલીસ કોન્સ્ટબલ શૈલેષ, વનરાજસિંહ, મહેશ અને મહોબત સિંહની બેદરકારી આવી સામે ફરાર આરોપીની ઘટનાને દબાવવાનો પ્રયાસથી થયો હતો .

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.