Western Times News

Gujarati News

સંતરામપુરમાં પરણિતાનું પતિ અને નણંદે ગળે ફાંસો આપીને મોત નિપજાવવાના બનાવ

સંતરામપુર નગર માં પરણિતાનું પતિ અને નણંદે ઢોર માર મારીને ગળે ફાંસો આપી ને મોત નિપજાવવાના બનાવ માં પોલીસે ખુન નો ગુનો દાખલ કયોઁ. 
બનાવ ની હકીકત એ છે કે ગામ બટકવાડા ના રતનસિંહ સોમાભાઈ ભમાત ની દિકરી ભાવનાબેન ઉ.વ.22 ના લગ્ન ફતેપુરા તાલુકાનાં ભોજેલા ગામના
બ્રીજેશ દલસુખ કટારા સાથે ફેબ્રુયારી 22માં થયાં  હતાં. ને તેઓ સંતરામપુર નગર માં   સતયપ્કાશસોસાયટી માં રહેતા હતાં. મરનાર ભાવનાબેન ને તેનો પતિ બિજેશ શારીરીક અને માનસીક ત્રાસઆપતા હતાં મારઝુડ કરતા હોઈ તે અંગેની મરનારે તેના પિતા વિગેરે ને પણ અવારનવાર જાણ કરેલ. તા. 12.5.22ના રોજ સવારે અગીયાર વાગ્યા પહેલાં કોઈ પણ સમયે મરનાર ની નણંદે જાગુબેન ને મરનાર ના પતિ બિજેશે મરનાર ને ઢોરમારમારી ને માનસિક ને શારીરીક  ત્રાસઆપી ને મરનાર ના ગળે ફાંસો આપી ને મોત નિપજાવવાના બનાવ માં આ સમગ્ર ધટના ને આપધાત માં છુપાવવા નો પ્રયાસ મરનારના પતિ દવારા કરાયેલ જોવા મળતો હતો.
મરનારના પતિ દવારા તેના સસરા ને ફોન કરીને જણાવેલ કે ભાવના એ ગળેફાંસો ખાઈ ને ધર માંઆપધાત કરેલ છે. ને તેને સંતરામપુર ની ખાનગી દવાખાના માં સારવાર માટે લઈને ગયેલા ની ફોનથી જાણ કરેલ. ને પછી   સરકારી સ્ટેટ હોસ્પીટલ સંતરામપુર માં લઈને સારવાર માટે  ગયેલ જયાં ફરજ બજાવતા ડોક્ટરે મરનાર ને મૃત પામેલા નું જણાવેલ. આ ધટના સંદઁભમાં સંતરામપુર સટેટહોસપીટલ ના મેડીકલ ઓફિસરે બનાવનાજ દિવસે બપોરે   12 કલાકે લેખિતમાં જાણ સંતરામપુર પોલીસમથકે કરેલ હતી. આ ધટના સંદઁભમાં  સંતરામપુર થાણામાં મરનાર ના પિતા રતનસિંહ સોમાભાઈ ભમાત ના ઓએફયાઁદ  આપતાં પોલીસે મરનાર ના પતિ બિજેશ ને નણંદજાગુ જે ધરે હતી તેઓની સામે ઈપીકોડકલમ 302.504.114.મુજબનો ગુનો દાખલ સાંજે કરેલ છે.
ઉલ્લેખનિય છે કે પોલીસ ને ધટના ની જાણ બનાવને દિવસે બપોરે બાર વાગ્યે કરાયેલ હોવા છતાં પણ આ ગંભીર બનાવ પત્યે પોલીસે ત્વરીત કાયઁવાહી હાથ ધરવામાં આવેલ નહીં. આ ધટના ની જાણ મરનાર ના પતિ બિજેશે ફયાઁદી ને ફોન કરીને જણાવેલ ને જેથી મરનાર યુવતી ના પિતા ને તેના પિયર પક્ષના ને ગામલોકો વાહનો દવારા હોસ્પીટલ સંતરામપુર આવેલ ને ઊગ્ બોલાચાલી ને જમાઈ બિજેશ જોડે ઝપાઝપી અને મારામારી આચરાતા ને હોસ્પીટલ માં ટોળાં ઉમટેલ ને વાતાવરણ માં ઉશ્કેરાટ વ્યાપેલ જોવા મળતો હતો. તેની જાણ સંતરામપુર પોલીસમથકે
કોઈકે કરતાં પોલીસ હોસ્પીટલ પર દોડી આવેલ અને બનાવ ની પરિસ્થિતિ પર કાબુ મેળવવાં સમજાવટ ના પ્રયાસ કરવામાં આવે લ પરંતુ પરિસ્થિતિ વધુ વણસે તેમ લાગતા વધુ પોલીસ ફોસઁ ની મદદ લેવી પડેલ જોવા મલતી હતી ને લુણાવાડા થી ડીવાયએસપી ને મામલતદાર સંતરામપુર પણ હોસ્પીટલ પર દોડી આવેલ અને સમજાવટના પ્રયાસ કરવામાં આવે લ ને પરીસ્થિતિ શાંત પડેલ ને બીજે દિવસે સાસરિયાં ને પિયર પક્ષની હાજરી માં પી.એમ મરનાર નું કરવા નકકી કરાતાં મામલો થાળે પડેલ પરંતુ આજે મરનાર ની સાસરી પક્ષે કોઇજ નહીં આવતાં પી.એમ ની કામગીરી થવા પામેલ નહીં. ને તેથી મરનાર ની લાશ ને પી.એમ માટે વડોદરા એસએસજી હોસ્પીટલ માં મોકલવા નકકી કરી ને મોકલાવાયેલ જોવાય છે.
સંતરામપુર સટેટહોસપીટલ ખાતે શબ ને સાચવવા સારુ કોલ્ડ રુમ કે તે માટે ની જરુરી વ્યવસ્થા ના હોઈ શબ સાચવવા ના પ્રસંગો માં ભારે મુશ્કેલી સજાઁય છે ને શબ ગંધાઈ જાયછે. જેથી આ સટેટહોસપીટલ સંતરામપુર ખાતે શબ ને સાચવવા સારુ કોલ્ડ રુમ ની વ્યવસ્થા કરવાં ની માંગ પત્યે રાજ્ય સરકાર દ્વારા ને આરોગ્ય વિભાગદ્વારાત્વરીત કોલ્ડ રુમ ની વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે.
તરામપુર. ઈન્દ્રવદન વ પરીખ. 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.