Western Times News

Gujarati News

તાજના રુમ સ્થાયી રૂપે બંધ ન હોવાનો પુરાત્વ સર્વેક્ષણનો દાવો

Tajmahal Agra

નવી દિલ્હી, અલ્હાબાદ હાઈકોર્ટે તાજ મહેલના ૨૨ રૂમ ખોલવા મામલે જે અરજી કરવામાં આવેલી તેને ફગાવી દીધી છે. ત્યારે હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, અરજીમાં કરવામાં આવેલા દાવાઓ ખોટા છે.

અરજીમાં તાજ મહેલના બંધ રૂમોમાં સંભવિતરૂપે હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ હોવાની વાત કરવામાં આવી હતી. પુરાતત્વ વિભાગના અધિકારીઓએ આ રૂમ સ્થાયીરૂપે બંધ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સૌથી પહેલા તો આ રૂમ સ્થાયીરૂપે બંધ નથી અને તેમને તાજેતરમાં જ સર્વેક્ષણ કાર્ય માટે ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત આટલા વર્ષો દરમિયાન રેકોર્ડ્‌સની જે તપાસ થઈ તેમાં પણ રૂમોમાં મૂર્તિઓ હોવાની વાત સામે નથી આવી. સત્તાવારરૂપે આ રૂમોને ‘સેલ્સ’ કહેવામાં આવે છે.

ત્રણ મહિને પહેલા જીર્ણોદ્ધારની જે કામગીરી થઈ હતી તેમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ‘અત્યાર સુધી સમીક્ષા કરવામાં આવી તેવા એક પણ રેકોર્ડ અને રિપોર્ટ્‌સમાં મૂર્તિઓનું અસ્તિત્વ નથી જાેવા મળ્યું.’

તાજ મહેલમાં સૌથી વધારે પહોંચ ધરાવતા અધિકારીઓનું માનીએ તો મકબરામાં ૧૦૦થી વધારે સેલ્સ છે જે સુરક્ષાના કારણોસર જનતા માટે બંધ છે.

સાથે જ તેમાં આ પ્રકારની કોઈ જાણકારી નથી મળી. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ૨૨ રૂમ સ્થાયીરૂપે બંધ હોવાની વાત તથ્યાત્મકરૂપે ખોટી છે કારણ કે, સમયે-સમયે સંરક્ષણનું કામ થાય છે.

એટલે સુધી કે, તાજેતરમાં થયેલા કામમાં ૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, જનતા માટે બંધ ૧૦૦ દરવાજાઓ બેઝમેન્ટ, મુખ્ય મકબરાની ઉપરી મંજિલો, બુર્જ, ચાર મીનારો, બાવલીની અંદર અને પૂર્વી, પશ્ચિમ તથા ઉત્તરી ક્ષેત્રોમાં ચમેલી તળ પર છે. તે સિવાય પરિસરમાં આવેલી અન્ય વિશ્વ ધરોહરોના અનેક હિસ્સાઓ વર્ષોથી સુરક્ષાના કારણોસર જનતા માટે બંધ છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા નિવાસી રજનીશ સિંહે તાજ મહેલનો ઈતિહાસ જાણવા માટે એક સમિતિની રચના કરવા અને ઐતિહાસિક ઈમારતના બંધ પડેલા ૨૨ રૂમ ખોલાવવા આદેશ આપવાનો આગ્રહ કરતી એક અરજી કરી હતી. ઉપરાંત અરજીમાં ૧૯૫૧ અને ૧૯૫૮માં બનેલા કાયદાઓને બંધારણની જાેગવાઈઓ વિરૂદ્ધ ઘોષિત કરવાની માગણી પણ કરવામાં આવી હતી. આ કાયદાઓ અંતર્ગત જ તાજ મહેલ, ફતેહપુર સીકરીના કિલ્લા અને આગ્રાના લાલ કિલ્લા સહિતની ઈમારતોને ઐતિહાસિક ઈમારતો ઘોષિત કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.