Western Times News

Gujarati News

ગુજરાતના દિવ્યાંગ યુવકોની વોશિંગ્ટનમાં વોલીબોલની ટીમમાં પસંદગી

પ્રતિકાત્મક

ગાંધીનગર, કદમ જેના અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી અને અડગ મનમાં માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉકિતને ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામનાં યુવાને સાર્થક કરી છે.  Two deaf and speech-impaired Gujarat boys – Hitesh Chaudhary of Charada village and Hardik Patel of Valsad’s Chharwada Village have made the cut for the Indian Volleyball team that will take part in the Third world Deaf Volleyball Championship in Washington

જેણે પોતાના આત્મબળ અને ખેત મજુરી તથા પશુપાલન કરનારા માતાપિતાના સતત પ્રોત્સાહનથી આગામી ૧૬મી જુલાઈએ અમેરીકાના વોશીગ્ટનમાં રમાનાર ત્રીજી વર્લ્ડ ડેફ વોલીબોલ ચેમ્પીયનશીપની રમતમાં કેપ્ટન તરીકે પસંદગી પામતા તેમાં ભાગ લેવા જનાર છે.

માણસા તાલુકાના ચરાડા ગામે રહેતા અને ખેત મજુરી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રમણભાઈ ચૌધરીનાં ર૬ વર્ષીય હિતેશકુમાર ચૌધરી મુકબધીર અને દિવ્યાંગ છે. જે બચપણથી ભણવાની સાથે રમતગમતમાં પણ નિપુણ હોવાથી તેને આગળ વધવા માટે માતા પિતા દ્વારા સતત પ્રોત્સાહન પુરું પાડતા વોલીબોલની રમતમાં અગ્રેસર રહેતો હતો.

હિતેશ વોલીબોલની સ્પર્ધામાં અગાઉ બેગ્લોર ખાતે યોજાયેલ ઓલ ઈન્ડીયા નેશનલ વોલીબોલમાં પણ પસંદગી પામી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. વોલીબોલની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ ઓલ ઈન્ડીયા સ્પોર્ટસ કાઉન્સીલ ઓફ ધ ડેફ દ્વારા હિતેષ ચૌધરીની ૧૬ જુલાઈના રોજ અમેરીકામાં વોશીગ્ટનમાં રમાનાર ત્રીજી વર્લ્ડ ડેફ વોલીબોલ ચેમ્પીયનમાં કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.

જે ગુજરાત તરફથી યુનિર્વસિટલ કેટેગરીમાં દેખાવ કરશે. આમ, માણસા તાલુકાના નાનકડા ચરાડા ગામના દિવ્યાંગ હિતેશ ચૌધરીની પસંદગીથી સમગ્ર ગામ અને શહેર અને જીલ્લાનું ગૌરવ વધવા પામ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.