Western Times News

Latest News from Gujarat India

જેતપુરમાં સીટી કાઉન્સીલ દ્વારા ૧૬મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

જેતપુર, જેતપુરમાં રર વર્ષ જુની સેવાકીય સંસ્થા સીટી કાઉન્સીલ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરાણો જુનાગઢ રોડ પર આવેલ રાજવાડી પાટી પ્લોટ ખાતે સમગ્ર ગુજરાતમાં સર્વજ્ઞાતિય ૧૬મો શાહી સમુહલગ્નોત્સવ તા.ર૧ને શનીવારે યોજાશે.

વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણાર્થે તેમજ ધારાસભ્ય જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં યોજાતા આ શાહી સમુહ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી ૪૬ યુગલ પ્રભુતામાં પગલા પાડશે. તમામ દીકરીઓને ૬પથી વધુ નાની-મોટી ઘરવખરી સામાન કરીયાવાર સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યો છે.

આ સમુહ લગ્નોત્સવમાં પ્રિયાંકરાયાજી મહોદય મોટી હવેલી જેતપુર, નિલકંટચરણદાસજી સ્વામી ગાદી સ્થાન જેતપુર નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે. તેમજ રાઘવજીભાઈ પટેલ, અરવીંદભાઈ રૈયાણી, દેવાભાઈ માલમ, રમેશભાઈ ધડુક સહીતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને દુલ્હા-દુલ્હનને શુભેચ્છા પાઠવશે.

આ ઉપરાંત જેતપુર મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બ્લડ બેક દ્વારા મહારકતદાન કેમ્પનું આ સાથે જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ જબરા કાર્યક્રમને સફળ બનાવવા સીટી કાઉન્સીલની ટીમના તમામ આગેવાનો જહેમત ઉઠાવી રહયા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers