Western Times News

Gujarati News

ઈ-ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાની માંગોને લઈને તંત્રને આવેદનપત્ર આપ્યું

(પ્રતિનિધિ) શહેરા, પચંમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ઈ-ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગુજરાત રાજ્ય વીસીઈ મંડળની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવામા આવ્યું હતુ.જેમાં સમાન કામ સમાન વેતન, લધુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિમંણુક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જાે આપવા માટે લેખિત રજુઆત કરવામા આવી હતી,

આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ ક અમારી માંગને લઈને ૨૦૧૬થી મુખ્યપ્રધાનને રજુઆતો કરવામા આવી હતી. વધુમાં આ મામલે પંચાયતમંત્રીને પણ રજુઆત કરવામા આવતા તેમને વીસીઈ ના પ્રશ્નો સ્વીકારીને નિરાકરણ લાવાની બાહેંધરી આપવામા આવી હતી.

આ મામલે આઠ મહીના જટલો સમય વીતી જવા છતા કોઈ વી સી ઇની માંગણી બાબતે કોઇ ર્નિણય ન થતા વીસીઇનુ ભવિષ્ય અંધકારમય બનેલ છે. આવેદનપંત્રમાં વધુમાં જણાવામા આવ્યુ હતુ કે ઇ-ગ્રામ વીસીઇને ૧ રુપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજયના ૧૩૦૦૦ જેટલા વીસીઇનુ શોષણ કરવામાં આવી રહેલ છે.વીસીઇના મુળભુત હક્કોનુ હનન થઇ રહ્યુ છે.

અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાને દિવશે. તથા રાત્રે પણ કામ કરાવવામાં આવે છે.આવેદનપત્રમાં માગણીઓ કરવામા આવી હતી કે કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સરકાર સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે, આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે, વીસીઇને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતુ હોય દબાણમાં ના આવતા વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી
નાખવામાં આવે છે.

તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જાેબ સિક્યુરીટી બાબતનો જી આર કરવામાં આવે, અને સરકાર મંજુરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ના શકે , કોરોના મહામારીમાં મરણ પામેલા વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે.

જાે અમારી માંગણી નહી સ્વીકારવામા આવે તો આગામી સમયમા તમામ ઈ-ગ્રામ કેન્દ્રો બંધ રાખીને ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થઈને ન્યાય માટે ગાંધીચીધ્યા માર્ગે લડત આપશે.આવેદનપત્ર આપવા માટે શહેરા તાલુકામા આવેલી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા ઈ-ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો હાજર રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.