Western Times News

Latest News from Gujarat India

થોડા દિવસમાં લગ્ન થવાના હતાં પરંતુ તે પહેલા બન્નેએ સાથે દુનિયા છોડી દીધી

ચંદીગઢ, હરિયાણાના કરનાલ જિલ્લાના સેક્ટર-૧૨ સ્થિત આઇસીઆઇસીઆઇ બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ સરદાનાના ઘરે શરણાઇ વાગવાની તૈયારીઓ ચાલી રહી હતી. થોડા જ દિવસોમાં વિશ્વાસના લગ્ન તેની મંગેતર સલોની સાથે થવાના હતા.

બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો. ત્યાં બુધવારે વિશ્વાસ સરદારાનાનો મૃતદેહ તેની ઘરે પહોંચતા પરિવાર પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખરાબ હવામાનને કારણે વિશ્વાસ કુલ્લુ મનાલીના બંજર વેલી પર્યટન સ્થળ જીભીમાં ટ્રેકિંગ કરી શક્યા ન હતા અને પરત ફરતી વખતે બ્રેક ફેલ થવાને કારણે તેની કાર ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કરનાલ નિવાસી વિશ્વાસ સરદાના સહિત ૪ના મોત થયા હતા. અકસ્માતમાં તેની મંગેતર સલોનીનું પણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. બંનેની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન પણ થવાના હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો.

સલોની ચંદૌસીની રહેવાસી હતી. કરનાલમાં એકમાત્ર પુત્ર વિશ્વાસ સરદાનાના લગ્નની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી હતી, પરંતુ ગુડગાંવમાં વિશ્વાસ સરદાના અને તેની મંગેતર સલોની સાહનીએ ૭ ફેરા લેતા પહેલા જ દુનિયા છોડી દીધી હતી. અચાનક બનેલી આ ઘટનાના પગલે બંનેના પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, વિશ્વાસ અને સલોની તેમના બેંક સાથીઓ સાથે શુક્રવારે એક કારમાં કુલ્લુ મનાલી જવા નીકળ્યા હતા. બેંકમાં શનિવાર, રવિવાર અને સોમવારની રજા હોવાથી તમામ મિત્રોએ મળીને પ્રવાસનું આયોજન કર્યું હતું. તમામ આઇસીઆઇસીઆઇ કોર્પોરેટ બેંકના કર્મચારીઓ હતા. અર્ટિગા કારમાં સવાર આ સાથીઓમાંથી કોઈ ગુરુગ્રામ, કોઈ દિલ્હી તો કોઈ જીરકપુરનો રહેવાસી હતો.

કુલ્લુ મનાલીની બંજર ખીણમાં આવેલા પર્યટન સ્થળ જીભીમાં ખરાબ હવામાનને કારણે તે ટ્રેક કરી શક્યા ન હતા અને પરત ફરી રહ્યા હતા, ત્યારે બ્રેક ફેલ થવાને કારણે તેની કાર ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં કરનાલના રહેવાસી ૨૬ વર્ષીય વિશ્વાસ સરદાના અને ચંદૌસી યુપીની રહેવાસી ૨૭ વર્ષીય સલોની સાહની સહિત ચાર યુવાન બેંક કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે ૩ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.HS2

Copyright © All rights reserved. | Developed by Aneri Developers