Western Times News

Gujarati News

૩૪ વર્ષ જૂના રોડરેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા ફટકારાઇ

નવીદિલ્હી, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ૧૯૮૮ના રોડરેજ કેસમાં નવજાેત સિંહ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી છે. પીડિતાના પરિવાર વતી આ કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે નવજાેત સિંહ સિદ્ધુને દોષમુક્ત કરવાના મે ૨૦૧૮ના આદેશની સમીક્ષા કરી છે.આદેશ અનુસાર, સિદ્ધુને પંજાબ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવશે. આઈપીસીની કલમ ૩૨૩ હેઠળ સિદ્ધુને મહત્તમ શક્ય સજા આપવામાં આવી છે.

સિદ્ધુ સામેનો રોડરેજ કેસ વર્ષ ૧૯૮૮નો છે. પટિયાલામાં પાર્કિંગને લઈને સિદ્ધુની ૬૫ વર્ષીય ગુરનામ સિંહ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. આરોપ છે કે તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં સિદ્ધુએ કથિત રીતે ગુરનામ સિંહને મુક્કો માર્યો હતો.

બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થયું હતું. અગાઉ આ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી મૂક્યા હતા. જેની સામે પીડિત પક્ષે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.વર્ષ ૨૦૦૬માં હાઈકોર્ટે સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. સિદ્ધુએ આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જ્યારે, સુપ્રીમ કોર્ટે હવે આ કેસમાં એક વર્ષની જેલની સજા સંભળાવી છે.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.