Western Times News

Gujarati News

કેજરીવાલ સરકારની મહત્વકાંક્ષી ઘર-ઘર રાશન યોજના રદ

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે આપ સરકારની ઘર-ઘર રાશન યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે યોજનાને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે પણ તકરાર જાેવા મળી ચુકી છે.

દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની પીઠે રાશન વિતરણ માટે દિલ્હી સરકારની યોજનાને રદ્દ કરી દીધી છે. દિલ્હી સરકાર રાશન ડીલર્સ સંઘ દ્વારા યોજનાનો વિરોધ કરનારી અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો છે.

હાઈકોર્ટે મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાને પડકારનારી રાશન ડીલરોની બે અરજીને મંજૂરી આપી હતી. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયમૂર્તિ જસમીત સિંહે કહ્યુ કે, ઘર-ઘર વસ્તુ પહોંચાડવા માટે દિલ્હી સરકાર કોઈ અન્ય યોજના લાવવા માટે સ્વતંત્ર છે, પરંતુ તે કેન્દ્ર તરફથી ઉપલબ્ધ કરાવાતા અનાજનો ઉપયોગ ઘર-ઘર પહોંચાડવાની યોજના માટે ન કરી શકે.

મહત્વનું છે કે દિલ્હી સરકારી રાશન ડીલર્સ એસોસિએશન અને દિલ્હી રાશન ડીલર્સ યૂનિયન તરફથી દાખલ અરજી પર કોર્ટે ૧૦ જાન્યુઆરીએ આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. મહત્વનું છે કે આ અરવિંદ કેજરીવાલની મહત્વકાંક્ષી યોજના હતી, પરંતુ તેને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ખેંચતાણ જાેવા મળી હતી. હવે હાઈકોર્ટે આ યોજનાને રદ્દ કરી દીધી છે.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.