Western Times News

Gujarati News

આવનારા ૫ વર્ષમાં ભારત આખી દુનિયામાં ગુણવત્તાપૂર્ણ સામગ્રીના સર્જક દેશોમાં સ્થાન મેળવશે: અનુરાગ ઠાકુર

નવીદિલ્હી, “હૈં પ્રિત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું”, ભારતની આ કહાની વર્ણવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે કાન્સમાં પ્રખ્યાત પલાઇસ ડેસ ફેસ્ટિવલ્સમાં ભારતીય ફોરમને સંબોધન કર્યું હતું. ૬૦૦૦ વર્ષ જુની સંસ્કૃતિ અને ૧.૩ અબજ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીએ વિદેશ અને ભારતના ફિલ્મસર્જકો, પત્રકારો, પ્રતિનિધિમંડળો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકો સમય મુખ્ય સંબોધન આપ્યું હતું.

સુશ્રી વાણી ત્રિપાઠી દ્વારા સંચાલિત આ સત્રમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્ર, લેખક, કવિ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જાેશી, ભારતીય અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા આર. માધવન, ભારતીય ફિલ્મસર્જક, અભિનેતા, ટેલિવિઝન પ્રસ્તૂતકર્તા અને ઉદ્યોગસાહસિક અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ શેખર કપૂર, સંપાદક અને હોલીવૂડના રિપોર્ટર સ્કોટ રોક્સબોરો, નિર્માતા શ્રી ફિલિપ એવરિલ પેનલમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષ કાન્સ ફિલ્મ મહોત્સવ અને ભારત- ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૭૫મા વર્ષની ઉજવણીને અંકિત કરે છે. કાન્સના મહત્વ પર બોલતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, વર્ષોથી, ‘ફેસ્ટિવલ ડે કાન્સ’ એ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

મંત્રીએ ભારતીય સિનેમાની ઐતિહાસિક ઊંચાઇની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, ભારતીય સામગ્રી વૈશ્વિક પ્રેક્ષકોના દિલ અને દિમાગ પર રાજ કરી રહી છે અને ૧૯૪૬માં પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ નિર્માતા ચેતન આનંદની ફિલ્મ નીચા નગરને પામ ડી’ઓર આપીને તે દિશામાં પ્રગતિનો પાયો નંખાયો હતો અને એક દાયકા પછી ૧૯૫૬માં, સત્યજીત રેની પાથેર પાંચાલીને પામ ડી’ઓર સન્માન આપવામાં આવ્યું હતું. મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, આજે આખી દુનિયામાં આપણી સિનેમેટિક ઉત્કૃષ્ટતાની માન્યતા મળી હોવાથી દેશને ‘દુનિયાના સામગ્રીના હબ’ તરીકે જાેવામાં આવે છે.

કાન્સમાં ભારતની વર્તમાન ઉપસ્થિતિ અંગે વાત કરતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, “ભારત તમને – વૈશ્વિક પ્રેક્ષકોને, દેશની સિનેમેટિક ઉત્કૃષ્ટતા, ટેકનોલોજીકલ પારંગતતા, ભવ્ય સંસ્કૃતિ અને વાર્તા કહેવાની કળાનો પ્રસિદ્ધ વારસાનો આસ્વાદ આપવાની ભાવના રાખે છે.” તમણે વધુમાં ઉમેર્યું હતું કે, “રેડ કાર્પેટ પર ભારતની ઉપસ્થિતિએ માત્ર વિવિધ ભાષાઓ અને પ્રદેશોના કલાકારો અને ફિલ્મ સર્જકોના પ્રતિનિધિત્વની દૃષ્ટિએ જ નહીં, પણ ઓટીટી પ્લેટફોર્મ પર પણ અમારી સિનેમેટિક ઉત્કૃષ્ટતાની વિવિધતાને કબજે કરી છે, જેમાં એવા મ્યુઝિક કંપોઝર્સ અને લોક કલાકારોની મજબૂત ઉપસ્થિતિ છે જેમણે યુવા અને વયસ્ક બંને પ્રકારના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે.”

મંત્રીએ પ્રેક્ષકોને કાન્સમાં ભારતીય સ્ટાર્ટઅપ્સની હાજરી અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ તેમની ટેકનિકલ પારંગતતાનું પ્રદર્શન કરશે આ ક્ષેત્રના એનિમેશન પ્રોફેશનલ્સના મજબૂત પ્રતિનિધિમંડળ સાથે છફય્ઝ્રની દુનિયામાંથી શ્રેષ્ઠ હોય તેમની સાથે મળશે.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.