Western Times News

Gujarati News

ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનારા ISIના બે જાસૂસની અમૃતસરથી ધરપકડ

Files Photo

નવી દિલ્હી, પાકિસ્તાની સુરક્ષા એજન્સી ISI અને સરહદ પાર બેઠેલા આતંકવાદી સંગઠનનના લીડર ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક દિવસ અગાઉ  નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલયની રેકી કરનારા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. હવે પંજાબની રાજધાની અમૃતસરથી ISIના બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.

તે બંને પર આરોપ છે કે, તેઓ ભારતીય સેના સાથે સબંધિત ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાન પહોંચાડી રહ્યા હતા. પંજાબ પોલીસે તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. આ બંનેની સામે ઓફિશિયલ સીક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

કાર્યવાહીની જાણકારી આપતા પંજાબ પોલીસે જણાવ્યું કે, ગુપ્ત જાણકારી મળ્યા બાદ સ્ટેટ સ્પેસિયલ ઓપરેશન સેલ અમૃતસરના અધિકારીઓએ અમૃતસરથી બે જાસૂસોની ધરપકડ કરી હતી.

તેમની ઓળખ કોલકાતાના ઝફર રિયાઝ અને બિહારના મોહમ્મદ શમશાદના રૂપમાં થઈ છે. તે બંને પર આરોપ છે કે, તેઓ ભારતીય સેના સાથે સબંધિત માહિતી પાકિસ્તાન પહોંચાડી રહ્યા હતા. મોહમ્મદ શમશાદ બિહારના મધુબની જિલ્લાના ભેજાનો નિવાસી છે. તે અમૃતસર સ્ટેશનની બહાર લીંબુ-પાણીની દુકાન ચલાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.