Western Times News

Gujarati News

પટેલ સમાજની સિદ્ધિ ટકાવી રાખવાની જવાબદારી યુવાનોની

બામણગામે રૂા.એક કરોડના ખર્ચે લેઉવા પટેલ સમાજનું અધતન ભવન આકાર લેશેઃ દાતાઓ દ્વારા રોકડ દાન અને ભૂમિદાન

જૂનાગઢ, જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે લેઉવા પટેલ સમાજના નવા અધતન ભવનનું ખાતમુહુર્ત અને લેઉવા પટેલ સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે એક કરોડના રૂપિયાના ખર્ચે આકાર લેનાર આ સમાજ સેવાના આવા ઉત્તમ કાર્યમાં સહભાગી બનવા યુવાનોને હાકલ કરી હતી.

આ પ્રસંગે દાતાઓ દ્વારા રૂ.૧૧ હજારથી પાંચ લખા રૂપિયા સુધીના દાનની સરવાણી વહાવી કુલ રૂા.૪૦ લાખનું રોકડ દાન જાહેર કરવામાં આવ્યું હતું. બામણગામમાં લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપુજન કરતા પૂર્વ કેબીનેટ મંત્રી અને યુવા અગ્રણી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે ગામડાંનો વિકાસ થવો જરૂરી છે.

તેના માટે દરેક ગામડાંમાં સમાજ ભવનની અધતન સુવિધા ઉભી થવી જાેઈએ. જરૂરી ન હોય તેવા સંજાેગોમાં યુવાનો ગામડાંમાં જ રહીને ખેતીન બચાવે તે આજના સમયની માંગ છે. સમાજ માટે સારૂ કામ કરતા આગેવાનોને મદદરૂપ થવા માટે આગળ આવવા તેમણે યુવાનોને હાકલ કરી હતી.

જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ માર્કેટીગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલે સમાજના દરેક કાર્યમાં સાથે રહેવાની અને જરૂર પડે ત્યાં ઉપયોગી થવાની ખાતરી આપી હતી. જાેષીપરા સ્થિત ડો.હરીભાઈ ગોધાણી શૈક્ષીણક સંકુલના ચેરમેન મેને ટ્રસ્ટી અને કેળવણીકાર જે.ઠે ઠેસિયાએ શિક્ષણ પર ભાર મુકતા કહયું હતું કે,

સમાજ ઉત્કર્ષ માટે શિક્ષણ જ સાચી ચાવી છે. દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સારા હોદા પર આવે તથા દીકરીઓના ઉત્કર્ષ થાય તે માટે તેમના ઘડતરનું કાર્ય વર્ષોથી ચાલી રહયું છે.

જેમાં લેઉવા પટેલ સમાજે ઉદારહાથે મદદ કરી છે. યુવા ઉધોગપતિ વિજય દોમડીયાને પોતાના માટે સમાજને સર્વોપરી ગણાવી સમાજને તમામ પ્રકારની મદદ કરવા માટે તત્પરતા દાખવી હતી. સરદારધામના મહીલા કન્વીનર જયશ્રીબેન વેકરીયા અને લેઉવા પટેલ સમાજના મહીલા અગ્રણી ભાવનાબેન પોશીયાએ બહેનોને પણ સમાજ સેવા તથા ઉત્કર્ષના કામમાં આગળ આવવા અનુરોધ કર્યો હતો.

અગ્રણી સવજીભાઈ સાવલીયાએ બામણગામના સમાજના સંગઠનના આ કાર્યને બિરદાવયું હતું. આયોજનના પ્રેરક અને સમુહ લગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાએ કહયું હતું કે, લેઉવા પટેલ સમાજ પુરુષાર્થ કરીને આગળ આવ્યો છે. વડીલોએ પોતાની ભૂમિકા નિભાવી છે.

સફળતાની ટોચ પર બેઠેલા પટેલ સમાજની આ સિદ્ધિને ટકાવી રાખવાની જવાબદારી હવે યુવાનોમાં ખંભે છે. ફેશન વ્યસન દેખાદેખીના ખોટા રવાડે ચડયા વગર યુવાનો સમાજના જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બને તે સાચો ધર્મ છે.

જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહીલા મંડળના માધ્યમથી અત્યાર સુધીમાં ૧૯પ૦ દીકરીના સમુહ લગ્ન ૩પ ગામમાં નવા સમાજ ભવનનું નિર્માણ પપ૦૦ થી વધુ સિલાઈ મશીન વિતરણ દ્વારા બહેનોને રોજગારી સહીતની હાથ ધરાયેલી પ્રવૃત્તિનો તેમણે ચિતાર આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.