Western Times News

Gujarati News

ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા,ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ,જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ

ગાંધીનગરગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની બેઠક આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકના આરંભ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, અરજદારો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત થાય છે. તેને ઘ્યાનથી સાંભળવી, તેમજ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા તેમના પ્રશ્નો પર યોગ્ય તપાસ કરવા પણ સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમજ રેશનીંગનું અનાજ સાચા લાભાર્થીઓને જ મળે તેની ખાસ તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા કલેકટરએ તમામ તાલુકાઓમાં પીડીએસ વેબસાઇટમાં થયેલ મોબાઇલ રજીસ્ટ્રેશનની કામગીરી ઝડપી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ કામગીરીમાં બાંધા રૂપ બનતી ટેકનિકલ બાબતોનો ઝડપી નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં ઇ.એફ.પી.એસ. અંતર્ગત થયેલ ઇ- ટ્રાન્ઝેકશનની સંખ્યા, ગાંધીનગર જિલ્લાના કુલ કેટેગરીવાઇઝ રેશનકાર્ડ, એન.એફ.એસ.એ. કેટેગરીવાઇઝ રેશનકાર્ડ, એન.એફએસ.એસ. એક્ટ અંતર્ગતની વિગત ( એપ્રિલ- ૨૦૨૨ અંતિત), રેશનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવાની બાકી કામગીરી, કાનુની માપ વિજ્ઞાન તંત્રની કામગીરીની સમીક્ષા, ખૌરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એપ્રિલ- ૨૦૨૨ માસના અંતિત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા પુરવઠા અધિકારી સહિત સંબંધિત અધિકારી અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.