Western Times News

Gujarati News

પાંચ દૈવી મંદિરના નવમા પાઠ ઉત્સવની ઉજવણી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા ભવ્ય પાંચ દૈવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે મંદિરને આજે નવ વર્ષ પૂર્ણ થતાં મંદિરે નવમો પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

જુના તવરા આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહિર સમાજના લોકો વસેલા છે.તેઓની કુળદેવી મેલડી માતાજી,મુગલાઈ માતાજી,ખોડીયાર માતાજી,મહાકાળી માતાજી અને સિંધવાઈ માતાજીની સ્થાપના કરી એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે મંદિર ને આજે નવ વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી સહિત નવચંડી યજ્ઞ યોજાયો હતો.

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પાંચ દૈવી મંદિર નો આજે નવ વર્ષ પૂર્ણ થતા માતાજીના મંદિર નો નવમો પાઠઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મંદિર ના પત આંગણ માં સવાર થી નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો હવન પૂજન સહિત કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં સવારે ૯ કલાકથી નવચંડીયજ્ઞનો પ્રારંભ થયો હતો.સાંજે શ્રીફળ હવન અને ત્યારબાદ સાંજે મહાપ્રસાદ અને રાત્રે માતાજીનું જાગરણ આમ વિવિધ કાર્યક્રમોનું આયોજન આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તથા નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો.

સાથેજ વર્તમાન સમયમાં જે કોરોના મહામારી જેવી ગંભીર બીમારીઓ માંથી પણ વહેલી તકે લોકો મુક્ત થાય ભય મુક્ત થાય તથા સમગ્ર ગામજનોના આરોગ્ય સ્વાસ્થ્ય રહે નિરોગી રહે તેવી પ્રાર્થનાઓ પણ માતાજીને કરવામાં આવી હતી તથા સમસ્ત ગ્રામજનોના ધંધા – રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ધંધા- રોજગારમાં સુંદર પ્રગતિ પ્રાપ્ત થાય તેવી પણ માતાજીને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.