Western Times News

Gujarati News

ખારીકટ કેનાલનું ૧૨૦૦ કરોડના ખર્ચે થશે નવીનીકરણ

અમદાવાદ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નગરજનો માટે સારા સમાચાર આવ્યાં છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વહેતી ખારીકટ કેનાલનું આખરે નવીનીકરણ શરૂ કરવામાં આવશે.અંદાજે ૧૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારી ખારીકટ કેનાલના ખર્ચ પૈકી રાજ્ય સરકારે ૬૦૦ કરોડની રકમની ફાળવણી કરી છે.

વર્લ્ડ બેન્કની ગ્રાન્ટમાંથી મળેલ ૩૦૦૦ કરોડની રકમમાંથી ૪૦૦ કરોડ અને AMC કેનાલના નવીનીકરણ પાછળ ૨૦૦ કરોડની ફાળવણી કરનાર છે.

વર્ષ ૨૦૧૯માં ખાલી પડેલ અમરાઈવાડી વિધાનસભાની બેઠક પર થયેલી પેટા ચૂંટણી સમયે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનેલી ખારીકટ કેનાલનું ત્રણ વર્ષ બાદ નવીનીકરણ થનાર છે.

૨૨ કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ૧૨૦૦ કરોડના ખર્ચે સંપૂર્ણ નવી બનાવવામાં આવશે. કેનાલની નીચે આવેલ ડ્રેનેજ લાઈનો પણ આવશ્યકતા અનુસાર બદલવામાં આવશે. કેનાલ ઉપર સમાંતર પુલ બનાવવામાં આવશે.

ગેરકાયદે તમામ જાેડાણ કાપવામાં આવશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીને અડચણ ન થાય તેમ નવીનીકરણકરાશે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ખારીકટ કેનાલનું નવીનીકરણ કરવામાં આવશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.