Western Times News

Gujarati News

ગરમીની સિઝનમાં બ્લડ બેન્કમાં બ્લડની જરૂરીયાત હોવાથી જન્મદિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યુ

રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.૧, જૂનના રોજ જન્મદિન :  ૭૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ

અનેકવિધ સત્કાર્યો—માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની ઉજવણી કરાશે

એન્જલ પમ્પસ (પ્રા.) લીમીટેડ, મેટોડા દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો જરૂરીયાત મંદ દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાશે.

શ્રી રમેશચંદ્ર કેશવજી ઠકકરનો જન્મ ૦૧/૦૬/૧૯૪૯ ના રોજ થયેલ હતો તેઓશ્રીનાં પરિવારમાં તેમના અર્ધાંગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.–ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) તથા નાનો પુત્ર શ્રી ગૌરાંગ ઠકકર (મીકેનીકલ એન્જી.) છે.

પોતાની યુવાનીમાં શ્રી રમેશભાઈએ સફળતાને હાંસલ કરવા, પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી વ્યવસાયને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતાર-ચઢાવ વચ્ચે તેમના પત્ની શ્રીમતી રેણુકાબેન ઠકકરનું ખૂબ જ મોટું યોગદાન રહેલ.

પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે.

રાજકોટની હોસ્પિટલો ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠક્કર 73માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેમના જન્મદિનની સેવામય ઉજવણી થવા જઈ રહી છે.

એન્જલ પમ્પસ પ્રા.લી. ના શિવલાલભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, જીગુભાઈ આદ્રોજા દ્વારા  હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, એન્જલ પમ્પસ (પ્રા.)લીમીટેડ જી.-૧૬૦૪, ગેઈન નં.૨, જી.આઈ.ડી.સી. મેટોડા ખાતે તા. ૨૪/૦૫/૨૦૨૨, મંગળવારના રોજ સવારે ૧૦–૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે.

સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે.

ઉનાળાની ગરમીની સીઝનમાં રકતદાન કેમ્પો સાવ ન્યૂનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે. રમેશભાઈ ઠકકરને જન્મદિનની શુભેચ્છા આપવા મો.૯૯૦૯૯ ૭૧૧૧૬

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.