Western Times News

Gujarati News

પરિવારથી વિખુટા પડેલા પરપ્રાંતીય યુવાનને નબીપુર પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

(પ્રતિનિધી)ભરૂચ, ભરૂચ જીલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો.ત્યારે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.તે દરમ્યાન તેમને નબીપુર અને અસુરીયાની વચ્ચે રોડની બાજુમાં ખેતરમાં કોઈ અજાણી વ્યક્તિ સૂતેલી હાલતમાં જણાતા પોલીસે નજીક જઈ તપાસ કરતા વ્યક્તિને જગાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અર્પણ કહ્યું હતું જેની ઉંમર આશરે ૩૬ વર્ષ હતી.નબીપુર પોલીસ તેને નબીપુર પોલીસ સ્ટેશનમાં લાવી વધુ પૂછપરછ કરતા તે હરિયાણા રાજ્યનો હોવાનું અને પોતાના પરિવારથી વિખૂટો પડી ગયો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેના ઘરની માહિતી અને ફોન નંબર લઈ તેના પરિવાર સાથે વાત કરી તે માહિતી સાચી હોવાનું માલુમ પડતા તેના પરિવારને નબીપુર પોલીસ મથકે બોલાવી પરિવારજનોને સુપરત કર્યો હતો.આ અંગે તેના પરિવારજનોએ ગુજરાત રાજ્ય પોલીસ અને નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.કે.જાડેજા અને સમસ્ત પોલીસ સ્ટાફનો આભાર માણી ગડગડ થઈ ગયા હતા.આ સમયે પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રષ્યો સર્જાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.