Western Times News

Gujarati News

રાત્રીના સમયમા સુતેલી હાલતમા જ યુવકની કરપીણ હત્યા

Youth suicide in bus

Files Photo

(પ્રતિનિધી)હળવદ, હળવદ તાલુકાના ધણાદ ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ યુવક રાજુભાઈ નાગરભાઈ કોળીની ઘણાદ-રણમલપુર રોડ પર આવેલ પોતાની વાડીમા ગત શનિવારે રાત્રીના સમયમા સુતેલી હાલતમા જ કરપીણ હત્યા થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા,

હળવદ પંથકમા હાહાકાર સાથે હત્યા અંગે વિવિધ અટકળો પણ વહેતી થયેલ,જે હત્યા કૌટુંબિક મામાની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેના પરીવારજનો દ્રારા આ હત્યા થયા હોવાની આશંકા મૃતકના સગા ભાઈ એ દર્શાવતા,આ કરપીણ હત્યાનો ભેદ ખુલવા પામ્યો હતો.

આ હત્યા અંગેની પ્રાપ્ય વિગતો અનુસાર હળવદ તાલુકાના ધણાદ ગામે રેહતા રાજુભાઈ નાગરભાઈ કોળી ઘણાદ-રણમલપુર રોડ પર આવેલ પોતાની વાડી-પાકના રક્ષણ હેતુ શનિવાર રાત્રીના સમયે વાડી એ સુવા ગયેલ હતા.જયારે,રવિવારે મોડી સવાર સુધી તેઓ ઘેર પરત ન આવતા પરીવારજનો દ્રારા વાડી એ તપાસ કરતા,વાડીના ખાટલામા લોહી નિતરતા હાલતમા તેમનો મૃતદેહ મળી આવતા તેમના પરીવારજનો આઘાતમા ગરક થઈ ગયેલ હતા.

આ દુઃખદ હત્યાની જાણ હળવદ પોલીસને થતા,પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતો.પ્રથમ દ્રષ્ટી એ નિંદ્રાધીન હાલતમા માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથીયાર દ્રારા થયેલ કરપીણ હત્યાના મૃતકના શબને પી.એમ અર્થે સરકારી દવાખાને ખસેડવામા આવેલ હતુ.ત્ષારે,મૃતકના જ ભાઈ સુનિલ નાગરભાઈ કોળી એ પોલીસ સમક્ષ પોતાના ભાઈની હત્યા પોતાના કૌટુંમ્બીક મામાના દિકરા દ્રારા અન્યોને સાથે લઈ કરાયા હોવાની આશંકા વ્યકત કરેલ હતી.

જે અંગે કારણ આપતા જણાવેલ કે મૃતકને હળવદ તાલુકાના જ કવાડિયા ગામે રહેતા કૌટુમ્બીક મામા ભરતભાઈ કોળીની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તે લોકો દ્રારા જ આ હત્યા થઈ હોવાનુ દ્રઢતા પુર્વક જણાવતા પોલીસ એ તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જયારે,બીજી બાજુ એક તબકકે તો મૃતકના પરીવારજનો એ આરોપી હિરાભાઈ ઉર્ફે ભાનુભાઈ ભરતભાઈ કોળી જયા સુધી પકડી પાડવામા ન આવે,ત્યા સુધી મૃતકનુ શબ નહી સ્વીકારવાની સ્પષ્ટ ના કહી દેતા વાતાવરણ તંગ બની ગયુ હતુ.જેના પગલે ગણતરીની કલાકોમા જ આરોપીને ઝડપી પાડી,વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.