Western Times News

Gujarati News

રાજેશને CBI દ્વારા ફરાર જાહેર કરીને ધરપકડ કરાશે?

રાજેશની CBIના સમન્સ સામે સોમવારે ગેરહાજરી

તપાસમાં બહાર આવ્યું છે કે IAS રાજેશ દ્વારા બંદૂકના લાઈસન્સ માટે રૂપિયા પાંચ લાખની માગણી કરવામાં આવી હતી

અમદાવાદ,
IAS અને IPS સહિતના ઉચ્ચ પદ પર બેસીને દેશની સેવા કરવાના અભરખા દેશના યુવાનોમાં હોય છે પરંતુ ગુજરાતના ૨૦૧૧ની બેચના IAS અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને રાજ્ય સરકારમાં મહત્વની જવાબદારી ભજવનારા IAS  કે. રાજેશ દ્વારા પોતાના પદનો દુરોપયોગ કરીને લાંચ લેતા અધિકારી સામે પગલા ભરવામાં આવ્યા છે.

જાેકે, સોમવારે રાજેશે સમન્સ છતાં CBI સમક્ષ હાજર નહોતા રહ્યા. હવે તેમને ફરાર જાહેર કરીને ધરપકડ કરવામાં આવી શકે છે. કે રાજેશના અમદાવાદ, સુરત અને આંધ્રપ્રદેશના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારી બન્યા પછી રાજેશે આર્મ લાઈસન્સ, જમીન ફાળવણી, સરકારી જમીન પર ગેરકાયેદસર દબાણ સહિતની બાબતોમાં લાંચ લીધી હોવાના ગુનામાં ફરિયાદ નોંધી છે.

રાજેશના સાગરિત અને સુરતની ખાનગી કંપનીના માલિક તથા વચેટિયાની ભૂમિકા ભજવનારા સુરતના રફીક મેમણ સામે પણ CBI દ્વારા કાર્યવાહી કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. સોમવારે લાંચ અને સરકારી નોકરીનો દુરોપયોગ કરનારા કે રાજેશને CBI સમક્ષ હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આમ છતાં તેઓ હાજર થયા નહોતા. રિપોર્ટ્‌સ મુજબ CBI સૂત્રોનું માનીએ CBI ત્રણ સમન્સ પાઠવે છે અને પછી આરોપીને ફરાર જાહેર કરીને ધરપકડ કરવામાં આવે છે.

તપાસમાં બહાર આવ્યું છે કે IAS રાજેશ દ્વારા બંદૂકના લાઈસન્સ માટે રૂપિયા ૫ લાખની માગણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ લાખ રોકડા લીધા હતા અને બાકીના રૂપિયા કે રાજેશની સૂચનાથી મેસર્સ જીન્સ કોર્ન, સુરત બેંક ખાતામાં જમા કરાવી હતી, જે રફીક મેમણની માલિકીની છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૦૦ બંદૂક લાઈસન્સ અંગે નેગેટિવ ઓપિનિયન આપવા છતાં તેને ઉપરવટ જઈને કે. રાજેશ દ્વારા લાઈસન્સ મંજૂર કરવામાં આવ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર રહ્યા દરમિયાન ૨૭૧ બંદૂકના લાઈસન્સ ઈશ્યુ કર્યા છે. ઉચ્ચ પદનો દુરોપયોગ કરીને હથિયારના લાઈસન્સ ઈશ્યુ કર્યાના કેસમાં પણ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની સંભાવના છે. રિપોર્ટ્‌સ મુજબ સુરત શહેરના ઉતરણમાં નવા બનેલા કોમર્શિયલ કોમ્પલેક્સ સિલ્વર બિઝનેસ પોઈન્ટમાં ૧૦૦૧ અને ૧૦૩૮ નંબરની બે દુકાનો આવેલી છે, આ દુકાનો બે પેઢીઓને ભાડે આપવામાં આવી હતી પરંતુ તેમાં ક્યારેય વ્યવસાય ચલાવવામાં આવ્યો નહોતો.

તેમ છતાં રાજેશના ખાતામાં ૫.૫ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ બે દુકાનો પર ૨.૨૫ કરોડની લોન લેવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ મિલકતની કિંમત આંકવામાં આવેલી કિંમત કરતા ઘણી ઊંચી છે. CBI દ્વારા કે રાજેશના કથિત સાગરિત રફીક મેમણની ધરપકડ કરી લીધી છે. જેની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે.

હથિયાર લાઈસન્સ માટે તેણે એક અરજદારને ડ્રેસ મટિરિયલ વેચ્યું હોવાનું બતાવ્યું અને તેની પાસેથી લાંચની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. લાંચ માટે બોગસ ઈનવોઈસ પણ બનાવવામાં આવ્યા હતા. હથિયારના લાઈસન્સ માટે અરજી કરનારા અરજદારની પૂછપરછ કરવામાં આવી તો એવી વિગતો ખુલી કે કલેક્ટરે અરજદારને પહેલા સુજલામ સુફલામ યોજના માટે દાન કરવા માટે કહ્યું હતું. જે રકમ SBI બેંકના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. જે રકમ સુરત ખાતે ઉપાડી લેવાઈ હોવાનું ખુલ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.