Western Times News

Gujarati News

મિશન ગુજરાત ૨૦૨૨ હેઠળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધી સભા સંબોધશે

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યાં છે. બે દિવસ સુધી ભાજપની ચિંતન શિબિર હતી. જ્યારે મહેસાણામાં કોંગ્રેસની બેઠક મળી હતી. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદમાં સભાને સંબોધિત કરી હતી. હવે આગામી સમયમાં મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ તેમની સભાઓ યોજાશે.

કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની સભાઓને સફળ બનાવવા માટે પ્રયાસો તેજ કરી દીધાં છે. તે ઉપરાંત આગામી સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત ઝોનની ચૂંટણીને લઇ કોંગ્રેસ મહેસાણા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી રણનીતિ ઘડી હતી. જેમાં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, કાલે સવારે ચૂંટણીઓ જાહેર થાય તો પણ કોંગ્રેસ સજ્જ છે. જ્યારે ગેનીબેનના અભદ્ર નિવેદન અંગે કહ્યું કે, રાજકીય કે સામાજિક આગેવાનો બોલવમાં થોડું ભાન રાખીએ તો વધારે સારું.

આ બેઠકમાં સંગઠન અને બુથ મેનેજમેન્ટ માટે મહિલાઓને યુવાનોને જાેડવા અને મજબૂત કરવાની ચર્ચા કરાઇ તેમજ આગામી સમયમાં બેરોજગાર યુવાનોને ૭૫ વર્ષ મહોત્સવ ઉજવવા માટે કોંગ્રેસ ૭૫ કિલોમીટર ની યાત્રા યોજશે. જેમાં આ યાત્રા ભારત જાેડો કાર્યક્રમ અંતર્ગત ગામેગામ ફરશે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ચોમાસા પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધીની રેલી થાય જાહેર સભા થાય એ બાબતે તમામ કાર્યક્રમોમાં આગેવાનોને આમંત્રિત કર્યા છે. ભાજપને ચૂંટણી વહેલી કરવી હતી. એમને એમ કે કોંગ્રેસને સમય નથી આપવો.

કાલે સવારે ચૂંટણી જાહેર કરો કોંગ્રેસ ચૂંટણી લડવા સજ્જ છે. ગુજરાતની ધરતી પરથી ભાજપ સાફ થઈ રહ્યું છે. વિવિધ મુદ્દાઓ માટે પ્રોજેકટ હતા એ રદ્દ કરવા પડ્યા છે. વિવિધ સમાજાેના આંદોલન ચાલી રહ્યા છે. ગામડાઓ શહેરોમાં ભાજપને ઘુસવા નથી દેતા આ પરિસ્થિતિને ધ્યાને રાખી ભાજપ વિશ્વના નેતાઓ બોલાવી ચૂંટણી તૈયારીઓ કરી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૯ તારીખે શરૂઆત કરી સૌરાષ્ટ્ર સાઉથ ગુજરાત સેન્ટ્રલ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૨૦૨૨ની સુધીમાં જે કાર્યક્રમ આપ્યા હશે. જે કાર્યક્રમો થયા એનો રીવ્યૂ આવતા કાર્યક્રમોની તૈયારીઓ અને સાથે સાથે ચૂંટણીને લક્ષમાં રાખી જે મુદ્દા પર અંદલોન કરવાના છીએ. ધારો કે, ઉત્તર ગુજરાતમાં કુદરતી સારી નદીઓ હોવા છતાં કોંગ્રેસ શાસનમાં ૪૦૦ ૫૦૦ ફૂટે પાણી હતા.

આજે આજે નદીઓ હોવા છતાં ૨૭ વર્ષના શાસનમાં એક પણ નદી પર ચેક ડેમ બાંધો નથી અને પાણી વેચાણ જે થાય આથવા પાણીના સ્તર ૧૨૦૦થી ૧૭૦૦ ફૂટે તળે જતા રહે એમાં કોઈ કામગીરી સરકારે કરી નથી જેવા મહત્વના મુદ્દા પર કોંગ્રેસ રણનીતિ આજ નક્કી કરશે.HS3


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.