Western Times News

Gujarati News

રાજસ્થાનમાં સરકારી નોકરીમાં હવે ઈન્ટરવ્યુ નહીં અશોક ગેહલોત સરકારનો નિર્ણય

જયપુર, રાજસ્થાનમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મોટો ર્નિણય લીધો છે.

આ ર્નિણય રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સહિત ૪ સેવાઓ સિવાય અન્ય તમામ સરકારી નોકરીઓ પર લાગુ થશે. થોડા સમય પહેલા રાજ્ય સરકારની ભરતી માટેના ઈન્ટરવ્યુને નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેને મંજૂરી આપી દીધી છે. એટલે કે, હવે મોટાભાગની ભરતીઓમાં લેખિત પરીક્ષા દ્વારા જ પાત્ર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

સીએમ અશોક ગેહલોતે ટ્‌વીટ કરીને આ મહત્વપૂર્ણ ર્નિણયની જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતીમાં પારદર્શિતા લાવવા અને ઇન્ટરવ્યુ અંગે ઉમેદવારોની શંકા દૂર કરવા નિયમોમાં સુધારો કરીને ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે.

નિયમોમાં સુધારો કરીને ઈન્ટરવ્યુને સંપૂર્ણપણે દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. અશોક ગેહલોતે જણાવ્યું છે કે ‘૧૦ મે, ૨૦૨૨ના રોજ રાજ્ય કેબિનેટની બેઠકમાં ભરતીમાંથી ઈન્ટરવ્યુ દૂર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

પરંતુ આવી ચાર સેવાઓમાં ઇન્ટરવ્યુ ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં કામની પ્રકૃતિને કારણે વાતચીત કૌશલ્યની જરૂર હોય છે. દરખાસ્ત મુજબ, રાજસ્થાન વહીવટી સેવા ઉપરાંત, રાજ્ય અને ગૌણ સેવાઓ (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી) નિયમો, ૧૯૯૯ માં ઇન્ટરવ્યુની જાેગવાઈ સાથેની પોસ્ટમાં ઇન્ટરવ્યુ ચાલુ રહેશે.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.