Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૩૫ કેસ નોંધાયા

અમદાવાદ, રાજ્યમાં કોરોનાના નવા ૩૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૧ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૮૩૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે.

બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૯૦,૦૭૬ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૮૬ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૧૮૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૨,૧૩,૮૩૭ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે.

તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૪, વડોદરા કોર્પોરેશનમાં ૬, સુરત કોર્પોરેશનમાં ૨, , ખેડા, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ ૩૫ કેસ નોંધાયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૭૫ નાગરિકોને રસીનો પ્રથમ અને ૩૦૩૧૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૬૫ ને રસીનો પ્રથમ અને ૪૬૮૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૦૩૪૧ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૬૬૮ ને રસીનો પ્રથમ અને ૧૨૯૨૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૯૦,૦૭૬ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૫,૫૮,૨૫૧ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.sss2Kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.