Western Times News

Gujarati News

રાજ્યમાં ૮ ચેરિટી ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રૂ. ૨૨ કરોડના કુલ ખર્ચે નવા નિર્માણ પામનારા ૮ ચેરિટી ભવનોના ઈ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. આ નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના- વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ પામવાના છે.

મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ૪ કરોડ જેટલા ડોક્યુમેન્ટસના ડિજિટલાઈઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ રેકોર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ડિજિટલ ઈન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્રના યોગદાનની તેમણે સરાહના કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાથી અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા-દર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. હવે, આ નવા બનનારા ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે.

ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે.કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમાં ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરિટી તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે વધુ ૮ જિલ્લાઓમાં ચેરિટી કચેરીઓના નવા ભવનનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

મંત્રીએ ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરિટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ ર્નિણય કરાયો છે. મુખ્યમંત્રીએ રાજ્યમંત્રી દેવા માલમ, કાયદા સચિવ રાવલ, ચેરિટી કમિશનર શુકલા અને વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા મથકોએ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ચેરિટી કચેરીઓના વર્ચ્યુઅલ ખાતમૂર્હત કર્યા હતા.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.