Western Times News

Gujarati News

ઈમરાનની આઝાદી માર્ચ દરમિયાન હિંસા ભડકી, મેટ્રો સ્ટેશન ફૂંકી માર્યું

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. સત્તા પરિવર્તન થયા બાદ હાલાત સુધરવાની જગ્યાએ બદથી બદતર થઈ રહ્યા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાન પોતાના સમર્થકો સાથે ચૂંટમી કરાવવાની માંગણીને લઈ ઈસ્લામાબાદમાં પ્રવેશી ચૂક્યા છે.

પૂર્વ પીએમની આ આઝાદી માર્ચને રોકવા માટે પાકિસ્તાનની સરકાર આકાશ પાતાળ એક કરી રહી છે. રેડ ઝોનમાં સેના પણ તૈનાત કરી દેવાઈ છે.

પીટીઆઈની માર્ચ રોકવાની કોશિશ થયા બાદ ઈમરાન ખાને પણ પ્રણ લઈ લીધા કે જ્યાં સુધી ચૂંટણીની છેલ્લી તારીખ જાહેર નહીં કરાય ત્યાં સુધી તેઓ સમર્થકો સાથે ડી-ચોક ખાલી કરશે નહીં. રિપોર્ટ મુજબ પૂર્વ પીએમ ઈમરાન ખાને આ ટિપ્પણી હસન અબ્દાલમાં કરી.

આ જ્ગ્યા રાજધાની ઈસ્લામાબાદથી ૫૦ કિમી જેટલું દૂર છે. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે તેમનો કાફલો જ્યારે આખરી પડાવ પર પહોંચશે ત્યારે પોલીસ તેમના જે મિશનને જેહાદ કહે છે તે પણ તેઓ સમજી લેશે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણના પણ અહેવાલ છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકોએ એક મેટ્રો સ્ટેશનમાં આગચંપી કર્યાના અહેવાલ છે.

પીટીઆઈ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીનું કહેવું છે કે ઈમરાન ખાન Centaurus bridgeપર પોતાના સમર્થકોને સંબોધન કરશે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાનનો કાફલો સ્વાબી વેલીથી શરૂ થયો અને શ્રીનગર હાઈવે (પાકિસ્તાન) માં થઈને ડી-ચોક પહોંચશે.

અહીં તેમના કેટલાક કાર્યકરો હાજર છે. જેમને ત્યાંથી હટાવવા માટે સતત ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ઈમરાન ખાની પાર્ટી પીટીઆઈની કરાચી ચેપ્ટરે નુમાઈશ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનને ધરણામાં ફેરવ્યું. અહીં બુધવારે સાંજે હિંસક પરિસ્થિતિ સર્જાઈ હતી.

પ્રદર્શનકારીઓએ એક પોલીસ વેન ફૂંકી હતી. પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા. આ બાજુ ઈસ્લામાબાદ પોલીસે રેડ ઝોનમાં ઘૂસવા મામલે પીટીઆઈ કાર્યકરોને ચેતવણી પણ આપી છે. પોલીસે ટ્‌વીટ કરીને કહ્યું છે કે રેડ ઝોનમાં પ્રવેશ સહન નહીં કરાય. તમામ દેખાવકારો અને તેમના નેતાઓને અપીલ છે કે કોર્ટના આદેશોનું પાલન કરીને ઉપરોક્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી બચે.

જાે કે ઈસ્લામાબાદ પોલીસ આઈજી ડો.અકબર નાસિર ખાને નિવેદનમાં કહ્યું છે કે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કારણ વગર કાર્યવાહી નહીં થાય. આ સાથે તેમણે એ પણ કહ્યું કે પોલીસ હથિયારો વગર છે. પરંતુ અનેક દેખાવકારો હથિયારો સાથે છે. આથી કિંમતી જીવ ન જાય તે માટે થઈને તેઓ શાંત રહે. ઈમરાન ખાન પોતાના સમર્થકો સાથે ડી-ચોક તરફ આગળ વધી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.