Western Times News

Gujarati News

ભાયાવદરમાં ગેરકાયદે રાંધણ ગેસના બાટલા વેચવાનું કૌભાંડ ઝડપાયું

પ્રતિકાત્મક

ભાયાવદર, ભાયાવદર તથા અરણી ગામે લોકોના જીવન જાેખમ સામે જીવતા બોંબ સમાન ગેસના સિલિન્ડરનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે તેવી બાતમી મામલતદાર મહાવદીયાને મળતા તેઓ પુરવઠાની ટીમ સાથે ત્રાટકતા અરણી ગામે ૧૬ ખાલી બોટલ તેમજ ૯ નવ ભરેલા બોટલો સાથે ભાયાવદરમાં પાંચ ભરેલી બોટલો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાયાવદરમાં હોળીધાર વિસ્તારમાં આવેલ વડવાળા ઓટો પાર્ટના ધંધાની આડમાં જીવતા બોમ્બ સમાન ગેસના બાટલા ભરેલ પાંચ મળી આવી હતી અને અરણી ગામે બાપા સીતારામ પાનની દુકાનમાં ગેરકાયદેસર ગેસના સિલિન્ડર વેચાણા હોવાથી મામલતદાર પણ ચોંકી ઉઠયા હતા.

અરણી ગામના શાંતિલાલ જેઠાભાઈ સભાયા તેમજ ભાયાવદર ગામના વિક્રમભાઈ નાજાભાઈ ખાંભલા પાસેથી રૂા.૭૩,પપ૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.