Western Times News

Gujarati News

વંથલી પંથકમાં દિન દહાડે ધમધમતી જુગાર કલબ ઝડપાઈ

જૂનાગઢ, વંથલી તાલુકાના ગાદોઈ ગામની સીમમાં ચાલતા ઘોડીપાસાના જુગાર ઉપર ક્રાઈમ બ્રાંચએ દરોડો પાડી સાડા ચાર લાખની રોકડ સાથે બે મહિલાઓ સહિત ૧૦ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાદોઈ ગામની સીમમાં આમદ હાસમ સીડાની વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઈમબ્રાંચએ દરોડો પાડી રૂા.૪ લાખ ૪૯ હજાર રોકડા તથા બે કાર સહિત કુલ રૂા.૧પ,૪ર,૬૬૦ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જુગાર રમતા પકડાયેલા શખસોમાં ખીમા કાના રાઠોડ (રે. કેશોદ), બહાદુર તારમહમદ દલ (માણાવદર), લાખા દેવરાજ મોરી (વેરાવળ), મણીબેન ગનાભાઈ ઓડેદરા (કેશોદ), સંતોકબેન જેરામ (કેશોદ), જીતેન્દ્ર વીરજી (વેરાવળ), પરેશ જમીયત દલાણી (બાંટવા) વૃંદાવન પ્રભુદાસ તન્ના (ગાંધીનગર) સહિત ૧૦ની ધરપકડ કરી હતી. જયારે જુગાર ધામના સંચાલક મામદ હાસમ સીડા હાથ આવ્યો નહોતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.