Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ

અંકલેશ્વર, અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ બે ઈસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ બે ઈસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.ર૩મી મેના રોજ ભરૂચ એલસીબી પોલીસ મથકના સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ કાપોદ્રા પાસેના લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દરોડા પાડયા હતા પોલીસે દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડયું હતું.

ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી ફલાયએશ અને થાનની માટી ભેળવી દેવાનું રેકેટ પકડી પાડયું હતું અને પોલીસે સ્થળ પરથી પપ ટન કોલસો, પ૦ ટન માટી, ર૦ ટન ફલાયએશ, ટ્રક, લોડર, પ મોબાઈલ મળી કુલ ૧૮.૬પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા જયારે આ કોલસા કૌભાંડમાં સંડોવાયેલ વધુ બે આરોપી મોરબીના હરેશ છગન ઝલડીયા અને તિલક રાજેશ સેરઠીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.