Western Times News

Gujarati News

તા. ૩૧મી મે ના રોજ વડાપ્રધાનના લાભાર્થી સાથેના સંવાદ કાર્યક્રમ અંગે આહવા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

(ડાંગ માહિતી): આહવા,  કલેકટર કચેરીના સભાખંડમા ઉપસ્થિત જિલ્લાના ઉચ્ચાધિકારીઓની ઉપસ્થિતમા ‘વડાપ્રધાનનો લાભાર્થી સંવાદ કાર્યર્ક્મ’ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમા ક્લેક્ટર ભાવિન પંડ્યાએ સંબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.

તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનના સિમલા, (હિમાચલ પ્રદેશ)થી લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યર્ક્મ અંતર્ગત, સંબંધિત અધિકારીઓને રાજય અને જિલ્લા ક્ક્‌ષાએ યોજાનાર કાર્યર્ક્મ અંગે ક્લેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ એ કાર્યક્રમ ની રૂપરેખા સાથે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમા જે લાભાર્થી યોજનાઓથી વંચિત છે, તેઓને યોજનાઓનો લાભ આપવો, વિવિધ લાભાર્થીઓની યોજના દ્વારા પ્રાપ્ત થયેલ જીવન ધોરણ-સુગમતા ને સમજવી, યોજનાઓમા સુધારા માટેની સૂચના મેળવવી, તેમજ જ્યારે રાષ્ટ્ર સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ત્યારે નાગરિકોની અપેક્ષાએ ૨૦૪૭ની ચર્ચા વિચારણા કરવામા આવનાર છે.

સમીક્ષા બેઠકમા જિલ્લા ક્લેક્ટર ભાવિન પંડ્યાએ વિવિધ સરકારી યોજનાઓ વધુ માં વધુ લોકો સુધી પહોંચાડી, સરકારી સહાય પુરી પાડી સરકારના હેતુઓ સિદ્ધ થાય તે અંગે સૂચનો કર્યા હતા. આ ઉપરાંત બાકી રહેલા લાભાર્થીઓ યોજનાઓથી વંચીત ના રહી જાય તે માટે સુચારૂ આયોજન કરવાની હિમાયત કરી હતી.

૩૧ મે નાં રોજ યોજાનાર લાભાર્થી સંવાદ કાર્યક્રમમા કેન્દ્ર સરકારની મુખ્ય ૧૩ યોજના દીઠ ૩૦ લાભાર્થીઓ મળીને ડાંગ જિલ્લાના કુલ ૬૫૦ જેટલાં લાભાર્થીઓ આ કાર્યર્ક્મમા ભાગ લેશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય તેમજ સરપંચો આ કાર્યર્ક્મમા ભાગ લેનાર છે. જે માટેની આનુષંગિક વ્યવસ્થા બાબતે પણ ક્લેક્ટર શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.

બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટર પી.એ.ગાવિત, પ્રાયોજના વહિવટદાર તથા સમગ્ર કાર્યર્ક્મના નોડેલ ઓફિસર  કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જાેશી પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.