Western Times News

Gujarati News

“PM Care ફોર ચિલ્ડ્રન” યોજના હેઠળ ભરૂચના બાળકોને કલેકટરનાં હસ્તે કીટનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે “પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ”નું વીડિયો કોન્ફરન્સ થકી ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.

Collector distributes kits to Bharuch children under “PM Care for Children” scheme

(વિરલ રાણા) ભરૂચ,કોરોના મહામારી દરમ્યાન માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે માન. પ્રધાનમંત્રી દ્વારા “PM care for Children” સ્કીમનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો.જે અન્વયે કલેક્ટર તુષાર સુમેરા ઉપરાંત આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વિલ્ફેર કમિટીના ચેરમેન ચંન્દ્રકાંતભાઈ જંબુસરિયા,સભ્ય જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્યો મધુબાલા સિંગ તથા નરેન્દ્રભાઈ પટેલ, સભ્ય ચાઈલ્ડ વેલ્ફર કમિટીનાં સભ્યો ભારતીબેન પટેલ તથા નયનાબેન વકીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જીલ્લાકક્ષાએ  કલેક્ટરની કચેરીના સભાખંડમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન “PM care for Children” કાર્યક્રમમાં જોડાયા હતા.ભરૂચ જીલ્લાના પાંચ લાભાર્થી બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજનાની કુલ ૫ અરજીઓ પૈકી ધ્રુવ વસાવા (વાલીયા), ઉત્સવ શાહ (ભરૂચ), હિમાની કટારીયા (ખર્ચી બોરિદ્રા), સુહાની પરમાર (ભરૂચ), પાર્થ હિતેશ કુમાર પરમાર (ભરૂચ)ને યોજનાં અંતર્ગત લાભો સરકાર વતી મળવા પાત્ર બન્યા હતા.આ ૫ બાળકોને આ યોજના અંતર્ગત એફ.ડી.નો લાભ મળશે.

વધુમાં આ ૫ બાળકોને કેન્દ્ર સરકારની “સ્પોન્સરશીપ યોજના” અંતર્ગત પ્રતિમાસ રૂ.૨૦૦૦ ની આર્થિક સહાયનો લાભ તથા રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત (૨૧ વર્ષ સુધી) પ્રતિમાસ રૂ.૪૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે.આ તમામ બાળકોનું જીલ્લા વહીટીતંત્ર તરફથી કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.