Western Times News

Gujarati News

ઉદ્યોગના નિષ્ણાતોએ ઓનલાઇન ગેમિંગના નિયમન માટે આંતર-મંત્રીમંડળીય ટાસ્ક ફોર્સની રચના કરવાની પહેલને આવકારી

ઉદ્યોગમાં કાર્યરત કંપનીઓ અને નિષ્ણાતો માને છે કે, ટાસ્ક ફોર્સની રચના પ્રધાનમંત્રીના ભારતને ડિજિટલ ગેમિંગ ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય પાવરહાઉસ બનાવવાના વિઝન સાથે સુસંગત છે

સરકારે ભારતીય ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રનું નિયમન કરવાના ઉદ્દેશ સાથે આંતર-મંત્રીમંડળીય ટાસ્ક ફોર્સ રચના કરી હોવાથી ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગના એકસમાન નિયમનકારક માળખા અને કાયદેસર માળખાની ઇચ્છા છેવટે ફળીભૂત થઈ છે.

સરકારની થીંક ટેંક નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ 7 અલગ-અલગ મંત્રાલયોના સચિવો આ પેનલમાં સામેલ હશે. ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગે આ ઉદ્યોગ અત્યાર સુધીની અસ્પષ્ટતાઓને દૂર કરવા વિચારણા હાથ ધરવા અને કામ કરવાની વિનંતી કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રને રાહત મળી છે, જે સમિતિ કેવી કામગીરી કરે છે એ જોવા આતુર છે. જ્યારે છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રએ કેટલાંક નિયમનકારક અવરોધોનો સામનો કરવા છતાં કેટલાંક સકારાત્મક પગલાં લીધા છે,

ત્યારે આ નિર્ણય તેમના માટે પ્રોત્સાહનજનક સીમાચિહ્ન ગણાય છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના જણાવ્યા મુજબ, ભારતમાં મોબાઇલ ગેમિંગ બજાર વર્ષ 2025 સુધીમાં 15 ટકાના સીજએજીઆર પર 5 અબજને સ્પર્શી જશે એ નક્કી છે. આ ક્ષેત્રમાં કેટલીક કુશળતાઓના ક્ષેત્રમાં રોજગારીની તકો પણ ઊભી થશે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગે પોતાને ભારતના મલ્ટિ-ટ્રિલિયન ડોલર અર્થતંત્રના મજબૂત આધારસ્તંભ તરીકે સ્થાપિત કર્યો છે.

આ અંગે ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટસી સ્પોર્ટ્સના સલાહકાર પ્રોફેસર રત્નાકર શેટ્ટીએ કહ્યું હતું કે, “આ ઉદ્યોગની અતિ ઊંચી વૃદ્ધિ ઘણા સકારાત્મક ટ્રેન્ડ ધરાવે છે, પણ બહુ ઓછા પરિણામલક્ષી છે. વિસ્તૃત, એકસમાન અને પ્રગતિશીલ નિયમનકારી માળખું રચનાત્મક પ્રવાહોને

વધારવાની સાથે નાણાકીય નુકસાન સાથે સંબંધિત નકારાત્મક પરિણામોને દૂર પણ કરશે. આ મજબૂત માળખા અંતર્ગત ઉદ્યોગની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે, જવાબદાર અને સલામત ઓનલાઇન ગેમિંગ વાતાવરણ માટેનો માર્ગ મોકળો કરશે.”

દેશના દરેક ભાગમાં પ્રમાણભૂત નિયમનો લાગુ ન હોવાથી આ વૃદ્ધિ કરતો ઉદ્યોગ વિવિધ અવરોધો અનુભવે છે, જેમ કે અમ્બ્રેલા પ્રતિબંધ, વિભાવનના આધારિત ગેરધારણાઓ વગેરે. ટાસ્ટ ફોર્સનો ઉદ્દેશ ઓનલાઇન ગેમિંગ સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓનો અભ્યાસ કરીને કાયદેસર ખામીઓને અંકુશમાં લેવાની સાથે ભારતીય ઓનલાઇન ગેમિંગ ક્ષેત્ર સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવાનો હશે.

પરિણામે ટાસ્ક ફોર્સ 90 દિવસની અંદર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે, જેમાં આ માળખાનું વિશ્લેષણ તેમજ વેપાર અને નિયમોના પાલનની સરળતા, હરિફાઈનું સમાન સ્તર અને ગેમર્સને નુકસાનકારક અસરોથી બચાવવા નિયમનકારક માળખું ઊભું કરવાની ભલામણો સામેલ હશે.

IndiaTech.Orgના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રમીશ કૈલાસમે પણ કહ્યું હતું કે, “ઓનલાઇન ગેમિંગનું નિયમન કરવાનું પગલું એક સક્ષમ રીત છે, કારણ કે ભારત સરકારે ઉચિત દિશામાં પગલું લીધું હોવાનું અને ઉદ્યોગ જેના માટે આતુર છે એવું પગલું ભર્યું હોવાનું વિચારે છે.

આશા છે કે, આંતરમંત્રીમંડળીય ટાસ્ક ફોર્સ અને એની ભલામણો ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગને અતિ જરૂરી રાહત પ્રદાન કરશે, જે અત્યારે વિવિધ રાજ્યોના કાયદાના અલગ-અલગ અર્થઘટનોનો અવરોધ અનુભવે છે.

Indiatech.orgભારતના સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમમાં સ્થાપકો અને રોકાણકારોનું પ્રતિનિધિત્વ કરતી હોવાથી ઓનલાઇન ગેમિંગ વિકસતું ક્ષેત્ર છે, જે ભારતીય ઓનલાઇન ગેમિંગ સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઈ શકે છે.

આ ઉદ્યોગ નિયમનોના વિકાસ માટેના અભિગમ સાથે નોંધપાત્ર વિકાસ કરશે, જે કાયદેસર અને નીતિનિયમોના પાલનકર્તા વ્યવસાયોની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે, જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન સાથે સુસંગત છે. તેના પરિણામે ભારતની ડિજિટલ સક્ષમતામાં વધારો થશે.”

સરકારે રચેલી પેનલમાં ગૃહ, યુવા બાબતો અને રમતગમત, માહતી અને પ્રસારણ, નાણાં, કાયદા તથા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાંથી નિષ્ણાત સચિવો સામેલ હશે. આ ઉદ્યોગ આ વિકસતા ક્ષેત્રના નિયમન અને પ્રોત્સાહનમાં સમિતિ સાથે કામ કરવા આતુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.