મંકીપોક્સ ૨૩ દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે

નવી દિલ્હી, મંકીપોક્સ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
Monkeypox is spreading rapidly in 7 countries
પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાતા આ વાયરસે જાેર પકડ્યું છે અને કુલ ૨૩ દેશો તેની લપેટમાં આવી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધીમાં મંકીપોક્સના કુલ ૨૫૭ કેસ અને લગભગ ૧૨૦ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
ચિંતાનો વિષય એ છે કે તે મોટાભાગે એવા દેશોમાં ફેલાઈ રહ્યો છે જ્યાં આ રોગ સામાન્ય રીતે જાેવા મળતો નથી. સંગઠને જણાવ્યું છે કે જાે મંકીપોક્સ વાયરસ બાળકો અને ઇમ્યૂનોસ્પ્રેસ્ડ વ્યક્તિ કે કોઇ ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિ સમુહમાં ફેલાશે તો આગળ જતા કે વિકરાળ સ્વરૃપ લેશે.
સંગઠને એવું પણ કહ્યું છે કે મંકીપોક્સ તમારા બાળકો પર હુમલો કરી શકે છે અને તેના લક્ષણો ઓળખવા મુશ્કેલ બની શકે છે કારણ કે શરૂઆતના લક્ષણો શીતળા અથવા અછબડા જેવા જ હોય છે. મંકીપોક્સ શીતળા કે અછબડા જેવો એક દુર્લભ વાયરલ ચેપ છે.
૧૯૫૮માં દરમ્યાન સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં મંકીપોક્સ સૌ પ્રથમ વખત મળી આવ્યો હતો.. ૧૯૭૦માં મંકીપોક્સનો સૌ પ્રથમ માનવ કેસ નોંધાયો હતો. આ રોગ મોટાભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જાેવા મળે છે.
આ વાયરસનો સંબંધ પોક્સવિરીડે પરિવાર સાથે છે, જેમાં શીતળા અને અછબડાનું કારણ બને છે તે વાયરસનો પણ સમાવેશ થાય છે. બાળકોના શરીર થતા કોઇપણ બદલાવ પર ચાંપતી નજર રાખવી અને કોઇપણ અસામાન્ય લક્ષણ માટે સાવચેતી રાખવી તે મહત્વપૂર્ણ છે.
કારણકે મંકીપોક્સના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે કારણ કે શરૂઆતના લક્ષણો શીતળા અથવા અછબડા જેવા જ હોય છે. છેલ્લા બે અઠવાડિયામાં મંકીપોક્સ ૨૩ દેશોમાં ફેલાઇ ગયો છે.
WHOએ ચેતવણી આપી છે કે મંકીપોક્સનો પ્રસાર અટકાવવા માટે આ ત્રણ બાબતો પર ધ્યાન આપવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણી સાથેના નજીકના સંપર્ક દ્વારા અથવા વાયરસથી દૂષિત સામગ્રી દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. તે ઉંદરો અને ખિસકોલી જેવા પ્રાણીઓ દ્વારા પણ ફેલાય છે. શરીર પરના ઘા, શ્વાસના ટીપાં, બોડી ફ્લૂઇડ અને સંક્રમિત વ્યક્તિ કપડાં કે ચાદરોના સંપર્કના માધ્યમથી મંકીપોક્સ ફેલાઈ શકે છે.SS1MS