Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સિંધુ નદીમાંથી અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો

નવી દિલ્હી, લદાખમાં સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી સામે આવી છે.

Students of Gujarat University took out 2.5 tons of plastic waste from Indus river

આ વિદ્યાર્થીઓએ અહીંની સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરી અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો હતો. સાથે જ અહીં ફરવા આવતા પ્રવાસીઓને નદી પ્રદુષિત ના કરવાનો સંદેશો પાઠવ્યો હતો.

ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હિમાલયની પર્વતમાળાઓમાં ગ્લેશિયર પીગળી રહ્યો છે. લદાખમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. ગ્લેશિયર પીગળવાના કારણે અહીંના નેચરલ રીસોરસીઝ ખતમ થઈ રહ્યા છે. જે આવનારા દિવસોમાં ખતરાની ઘંટી સમાન છે.

એક વિગત એવી પણ છે કે ગ્લેશિયર પીગળવાના કારણે અહીંના બે ગામો અન્યત્ર વસવાટ કરવાની ફરજ પડી છે. જાેકે લદાખમાં પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ દ્વારા અહીંની સિંધુ નદીમાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક બોટલ્સ, ટિન્સ, કોથળીઓ સહિતના કચરાના કારણે નદી પ્રદુષિત થઈ રહી છે.

ત્યારે લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્ટનેબલિટીના ૨૦ વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી સામે આવી છે. આ અભિયાનમાં યુનિવર્સિટી ઓફ લદાખના ૨૫ વિદ્યાર્થીઓ જાેડાયા હતા. IISના ડાયરેકટર સુધાન્શુ જહાંગીરએ જણાવ્યું કે IISના વિદ્યાર્થીઓએ સિંધુ નદી જેને ઇન્દુસ નદી પણ કહેવાય છે. જેનો લદાખમાં ઘાટ આવ્યો છે.

જ્યાં સફાઈ અભિયાન કરવાનું નક્કી કર્યું હતું. અને સફાઈ અભિયાન કરતા અંદાજે અઢી ટન પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો હતો. વિદ્યાર્થીઓનું આ સફાઈ અભિયાન જાેઈને લદાખના લોકોએ તેની સરાહના કરી છે.

લદાખના લોકોએ એવું પણ કહ્યું કે આ પ્રકારની કામગીરી હજુ સુધી અહીં કોઈએ કરી નથી. ઇતિહાસમાં પણ પહેલીવાર હતું કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લદાખ આવી આ પ્રકારે કામગીરી કરી હોય.

અહીંના કેન્ટીન ચલાવતા એક વ્યક્તિએ વિદ્યાર્થીઓની આ કામગીરી બદલ સૌને ચા પીવડાવી હતી. તેમણે અહીં પ્રવાસે આવતા લોકોને અપીલ પણ કરી કે આ પ્રકારે નદીમાં કચરો ફેંકી લદાખની ખૂબસુરતીને બરબાદ ન કરે. આ પ્રકારની સફાઈ ડ્રાઇવ વિદ્યાર્થીઓ કારગીલમાં પણ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.