Western Times News

Gujarati News

સિદ્ધૂના માતા પિતાની મ્યુઝિક ડિરેક્ટર્સને ચેતવણીઃ પૂછ્યા વગર તેના સોન્ગ રિલીઝ કર્યા તો કેસ કરીશું

મુંબઈ, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ૨૯ મેના રોજ ધોળાદિવસે જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સૌને આંચકો લાગ્યો હતો. પંજાબના મનસા જિલ્લામાં ૨૮ વર્ષના સિંગર પર ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે ડઝન જેટલી ગોળીઓ સિંગરને વાગી હતી અને હોસ્પિટલ લઈ જવાય તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો. મંગળવારે તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.

Sidhu’s parents warn music directors: case will be filed if his song is released without asking

સિદ્ધૂના નિધનના આઘાતમાંથી તેના માતા-પિતા હજી બહાર આવ્યા નથી. આ દરમિયાન તેમણે તમામને તેમના દીકરાના અધૂરા અથવા પૂરા સોન્ગને રિલીઝ કરવાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. સાથે તેમણે લીગલ એક્શન લેવાનું પણ કહ્યું છે.

સિદ્ધૂ મૂસેવાલાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે ‘અમે તમામ મ્યૂઝિક ડિરેક્ટર્સને વિનંતી કરીએ છીએ કે, સિદ્ધૂએ ભૂતકાળમાં જે કામ કર્યું છે, તે પછી પૂરું થઈ ગયું કે અધૂરું રહ્યું હોય. તેવા કોઈ પણ ટ્રેકને શેર કરવા અથવા રિલીઝ કરવાથી દૂર રહેજાે. જાે તેનું કામ લીક થાય છે તો તેમાં સામેલ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

મહેરબાની કરીને ૮ જૂને સિદ્ધૂના ભોગ બાદ તમામ કન્ટેન્ટ તેના પિતાને સોંપી દેજાે’. આગળ લખ્યું છે ‘આ સિવાય, જાે તેના પરિવાર અથવા મિત્રો સાથે કોઈ તેના કામ માટે કોઈ મ્યૂઝિક ડિરેક્ટર્સ સંપર્ક કરે છે, તો કંઈ પણ શેર ન કરવા વિનંતી. તેના પિતા એકમાત્ર તેવા વ્યક્તિ છે, જે બધું નક્કી કરશે.

હાથ જાેડીને વિનંતી છે કે સિદ્ધૂ ભાઈ જ્યારે પણ કોઈની સાથે ફોન પર વિનંતી કરતા હતા અને તમે તે કોલ રેકોર્ડ કરતા હતા તો તે પર્સનલી માત્ર તમારી સાથે વાત કરતો હતો. સોશિયલ મીડિયા પર કોઈ પણ કોલ રેકોર્ડ મૂકશો નહીં. તે વાત માત્ર તમારા સુધી સીમિત હતી અને તમારા સુધી જ રાખજાે. સોશિયલ મીડિયા પર ન પોસ્ટ કરતાં કે કોઈને ન સંભળાવતા’.

સિદ્ધૂ મૂસેવાલા પોપ્યુલર પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા હતો. તે જ્યારે માસીના ખબર-અંતર પૂછવા જઈ રહ્યો હતો તે સમયે ગાડીમાં આવેલા શખ્સોએ તેના પર અંધાધૂંધ ફારયિંગ કર્યું હતું, જેમાં તેની થારમાં બાજુમાં બેઠેલા એક મિત્રનું પણ મોત થયું હતું જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. રિપોર્ટ્‌સ પ્રમાણે, સીસીટીવી ફૂટેજથી જાણ થઈ છે કે સિદ્ધૂ મૂસેવાલાના કારનો પીછો વધુ બે કાર કરી રહી હતી.

સિંગરની હત્યાના એક દિવસ પહેલા જ પંજાબની ભગવંત માનની સરકારે તેની અને અન્ય ૪૦૦ લોકોને આપવામાં આવેલી સુરક્ષા હટાવી લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.