Western Times News

Gujarati News

આ મહિને પાંચ ગ્રહો એક સીધી રેખામાં દેખાશે

આકાશમાં જાેવા મળશે દુર્લભ નજારો

બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શિન ગ્રહો સૂર્યથી તેમના અંતરના ક્રમમાં એક સીધી રેખામાં આકાશમાં દેખાશે

નવી દિલ્હી,
આ જૂન મહિનામાં પૃથ્વીની નજીકના આકાશમાં એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. લોકો આ ઘટનાને પોતાની આંખોથી પણ જાેઈ શકશે. અવકાશ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પાંચ ગ્રહો આકાશમાં એક સીધી રેખામાં જાેવા મળશે અને ગ્રહોની આ સ્થિતિ પૃથ્વી પરથી પણ જાેઈ શકાશે. બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શિન ગ્રહો સૂર્યથી તેમના અંતરના ક્રમમાં એક સીધી રેખામાં આકાશમાં દેખાશે.

આ ખગોળીય ઘટનાને દૂરબીનની મદદથી જાેઈ શકાય છે. નિષ્ણાતો માને છે કે, જ્યારે બેથી ત્રણ ગ્રહો એકસાથે મળે છે ત્યારે તેને સંયોગ કહેવાય છે, પરંતુ આકાશમાં પાંચ ગ્રહો અથવા પાંચ ગ્રહોનું સંયોજન ખૂબ જ દુર્લભ છે. આ પહેલા ડિસેમ્બર ૨૦૦૪માં આકાશમાં આવી સંરચના જાેવા મળી હતી.

નિષ્ણાતો કહે છે કે, જાે તમે આ અદ્ભુત રચનાને આકાશમાં બનતી જાેવા માંગો છો, તો તમારે શરૂઆતને જાેવી પડશે કારણ કે બુધ સૂર્યની સૌથી નજીક છે અને તે સૂર્યના ઉદયની સાથે જ અદૃશ્ય થઈ જશે. તે પૂર્વીય ક્ષિતિજ તરફ સૂર્યોદય પહેલા જાેઈ શકાય છે.

નિષ્ણાતો માને છે કે, આ ખગોળીય ઘટના જૂન મહિનામાં ઘણી વખત જાેવા મળશે, પરંતુ તમામ દિવસોમાં તેને સંપૂર્ણ રીતે જાેવી મુશ્કેલ હશે. ૩ અને ૪ જૂનના રોજ, એક મહિનામાં પ્રથમ વખત આ પ્રકારની રચના જાેવા મળી હતી. આ મહિનામાં ફરી એકવાર ૨૪ જૂને પાંચ ગ્રહોની સીધી પરેડમાં જાેવા મળશે. નિષ્ણાતે જણાવ્યું કે, આજે બનેલી ખગોળીય ઘટના લગભગ એક કલાક સુધી દેખાઈ હતી. જેમ જેમ બુધ આકાશમાં ઉગે છે અને ચમકે છે તેમ આ માળખું જાેવાનું સરળ બને છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.