Western Times News

Gujarati News

પાકિસ્તાન સરકાર દિલીપ કુમારના ઘરમાં સંગ્રહાલય બનાવવા જઈ રહ્યાં છે

હવે સરકાર અહીં મ્યુઝિયમ બનાવશે

૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ પાકિસ્તાનમાં દિલીપ કુમારનો જન્મ થયો હતો.

ત્યારે મહંમદ યુસુફ ખાન એ તેમનું સાચું નામ હતું

દિલીપ કુમારનું પાકિસ્તાનનું ઘર જાેઈને અક્કલ કામ નહીં કરે.

મુંબઈ,બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૨૦૨૧માં જુલાઈ મહિનામાં મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેમના નિધન પછી બૉલીવુડ જગત, તેમના પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી પ્રસરી હતી.તેમની ઉંમર ૯૮ વર્ષ હતી.

જ્યારે જ્યારે દિલીપ કુમારની વાત થાય છે, ત્યારે તેમના પાકિસ્તાનના પેશાવર સ્થિત તેમના ઘરની વાત જરૂરથી થાય છે.દિલીપ કુમારના નિધન પર ખબર આવી હતી કે પાકિસ્તાન સરકાર અને તેમના ઘરમાં મ્યૂઝિયમ બનાવશે.

પાકિસ્તાન સરકાર પહેલાથી જ તેમના પૈતૃક ઘરને રાષ્ટ્રીય વિરાસત તરીકે ઘોષણા કરી છે.અને તેમના નામ પર સંગ્રાલય પણ બનાવવા જઈ રહ્યાં છે.બૉલીવુડના ટ્રેજેડી કિંગનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ પેશાવરના કિસ્સા ખ્વાની બજાર વિસ્તારમાં તેમના પારિવારીક ઘરમાં થયો હતો.

પાકિસ્તાની પત્રકાર શિરાજ હસને ટ્‌વીટ કરીને કેટલીક તસવીરો બતાવી છે.દિલીપ કુમારના ઘર ઝલક આ ટ્‌વીટમાં જાેવા મળી.ગત વર્ષે પાકિસ્તાનની એક પ્રાંતીય સરકારે પેશાવર પુનરુદ્વાર યોજના અંતર્ગત ભારતના બે મહાન કલાકાર દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક ઘરોને સંગ્રાહલયમાં બદલવાનો ર્નિણય લીધો હતો.

જાેકે ઘર જર્જરિત અવસ્થામાં હતું.પરંતુ જ્યારે દિલીપ કુમારે આ તસવીરો જાેઈ ત્યારે ટ્‌વીટર પર તેમણે ભાવનાઓ વ્યક્ત કરી અને આભાર માન્યો.પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતીય સરકારે દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો.

ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે તેમને દિલીપ કુમાર તેમના પૈતૃક ગૃહનગરના લોકો માટે તેમનો પ્રેમ અને સ્નેહ હંમેશા માટે કરશે.એ સમયમાં ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ પાકિસ્તાનમાં દિલીપકુમારનો જન્મ થયો હતો.

ત્યારે મહંમદ યુસુફ ખાન એ તેમનું સાચું નામ હતું.રૂપેરી પડદા પર આવતા જ તેમણે પોતાનું નામ બદલી નાંખ્યુ અને દિલીપકુમાર તરીકે ઓળખાતા થયા.અદાકારીનો એક્કો ગણાતા દિલીપસાબને બોલીવુડના ટ્રેજેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે.કારણકે, તેમના જેવો સેડ રોલ આજ સુધી કોઈ નથી કરી શક્યું.

ઈમોશનલ એક્ટીંગમાં દિલીપસાબ અભિનય નહીં પણ જાણે રિયલ લાઈફમાં હોય એવી એક્ટિંગ કરતા હતાં.એટલાં માટે જ ફિલ્મજગતના માંધાતા ગણાતા સત્યજીત રાયે દિલીપસાબને “the ultimate method actor”” તરીકેનું બહુમાન આપ્યું હતું.

દિલીપકુમારે હિન્દી ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત વર્ષ ૧૯૪૪માં આવેલી જવાર ભાટા ફિલ્મથી કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.