Western Times News

Gujarati News

ચંબલના ડાકુ રહેલા મલખાન સિંહની પત્ની સરપંચ બની

ગુના,મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના આરોન પાસે સુનગયાઇ ગ્રામ પંચાયત હાલના દિવસોમાં ચર્ચામાં રહી છે. તેની પાછળનું કારણ એ છે કે, પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે જે મહિલા ઉમેદવાર વિરોધ વગર સરપંચ બની છે, તે ચંબલના એક સમયે રહી ચૂકેલા મોટા ડાકુ મલખાન સિંહની પત્ની છે. મલખાન સિંહની પત્ની લલિતા સિંહ ગ્રામ પંચાયત સુનગયાઇથી સરપંચ પદની ઉમેદવાર હતી.

તે જ ગ્રામ પંચાયતથી તેના પતિ સમ્રાટ મલખાન સિંહે પણ ઉમેદવારી દાખલ કરી હતી. પણ મલખાન સિંહ અને ગ્રામીણોએ મળીને ર્નિણય લીધો કે, સુનગયાઇ ગ્રામ પંચાયતને મહિલાઓ પ્રતિ સમર્પિત કરવી જાેઇએ, જેના કરાણે આ પંચાયતના પંચ તરીકે પણ મહિલાઓને જ ચૂંટવામાં આવી છે.આ પંચાયતના દરેક ૧૨ વોર્ડમાં મહિલાઓ જ ઉમેદવાર છે જે કોઇપણ જાતના વિરોધ વગર નિર્વાચિત થઇ છે.

આરક્ષણ પ્રક્રિયા પછી જ પંચાયતના લોકોએ ર્નિણય લીધો કે સુનગયાઇ પંચાયતને સંપૂર્ણ રીતે મહિલાઓ માટે જ આરક્ષિત રાખવામાં આવે.મલખાન સિંહે પોતાનું નામાંકન એટલા માટે દાખલ કર્યુ હતું કે, કોઇ કારણોસર પોતાની પત્નીની અરજી નામંજૂર થાય તો તે પોતે ઉમેદવાર બની જાય. પણ, મંગળવારે નામાંકનની તપાસ બાદ બન્નેના નામાંકન બરાબર હતા. ત્યાર બાદ બુધવારે મલખાન સિંહે પોતાની અરજી પાછી ખેંચી લીધી.

આ મુદ્દે વાત કરતા મલખાન સિંહે કહ્યું કે, ‘આરોનના સુનગયાઇ ગામમાં ૮૦ના દાયકામાં આત્મસમર્પણ બાદ સરકારે ખેતી કરવા માટે જમીન આપી હતી. ૩૦ વર્ષ પહેલા પોતે પણ એ જ પંચાયતનો સરપંચ બન્યો હતો. સુનગયાઇ ગામનો વિકાસ હંમેશા તેની પ્રાથમિકતા રહ્યો છે. ભવિષ્યમાં પણ વિધાનસભા ક્ષેત્રથી વધારે વિકાસ તેની પંચાયતમાં જાેવા મળ્યો.’

પ્રદેશ સરકારની નીતિ છે કે, જાે કોઇ પંચાયતમાં વિરોધ વગર ચૂંટણી સંપન્ન થાય છે. તો તે પંચાયતને ૧૫ લાખ રૂપિયાની રકમ ઇનામ તરીકે આપવામાં આવે છે. ગ્રામ પંચાયત સુનગયાઇમાં સરપંચ અને પંચ દરેક પદ પર મહિલાઓ જ વિરોધ વગર ચૂંટાઇ છે, તેથી અહીં પણ ૧૫ લાખની ધનરાશિ મળશે.પ્રદેશમાં ૩૦મી મેથી નામાંકન પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી અને ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ૧૦મી જૂન છે.

પહેલા ચરણનું મતદાન ૨૫મી જૂન, બીજા ચરણનું મતદાન ૧લી જૂલાઇ અને ત્રીજા ચરણનું મતદાન ૮મી જૂલાઇના રોજ થશે. ૮મી જુલાઇ, ૧૧મી જુલાઇ અને ૧૫મી જુલાઇના રોજ મત-ગણતરી થશે. તે વિસ્તારના કુલ ૫૨ જિલ્લાઓમાં જિલ્લા પંચાયત સભ્યોની સંખ્યા ૮૭૫, જનપદ પંચાયત સદસ્યોની સંખ્યા ૬૭૭૧ છે. સરપંચ ૨૨૯૨૧ અને પંચ ૩૬૩૭૨૬ છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.