Western Times News

Gujarati News

કાશી વિશ્વનાથ મંદિરને પૂરેપુરું સુવર્ણમય કરવાનું કામ પૂરું થયું

વારાણસી , કાશી વિશ્વનાથ મંદિરને પૂરેપુરું સુવર્ણમય કરવાનું કામ ગઈકાલે ગુરુવારે પૂરું થઈ ગયું હતું. મંદિરના ગર્ભગૃહ બાદ હવે મુખ્ય શિખરની નીચેની બહારની દીવાલોને પણ સોનાથી મઢી દેવામાં આવી છે. ગર્ભગૃહની સ્વર્ણિમ દીવાલો પર સુરક્ષા માટે પ્લાસ્ટીકનું પારદર્શક પડ ચડાવવામાં આવી રહ્યું છે.

વિશ્વનાથ ધામના નિર્માણ બાદ બાબા દરબારને ભવ્ય સ્વરૂપ આપવાની કવાયત આ વર્ષે મહાશિવરાત્રી પહેલા જ શરૂ થઈ હતી તો દક્ષિણ ભારતીય વેપારીના દાનમાંથી મળેલા ૩૭ કિલો સોનાથી ગર્ભગૃહની દીવાલોને સોનાથી મઢવામાં આવી. ઘણા દિવસો સ્થગીત રહ્યા બાદ બહારની દીવાલોને સ્વર્ણ મંડિત કરવાનું કામ દિલ્હીની કંપનીએ એક મહિના પહેલા શરૂ કર્યું હતું, જે હવે પૂરું થયું છે.

તેમાં મંદિરની બહારની ફર્શથી ૮ ફુટની ઉંચાઈ સુધી દીવાલો પર ૨૩ કિલો સોનુ લગાવવાથી શિખરથી લઈને મંદિરના ચોક સુધીનો પુરો ભાગ સુવર્ણમય થઈ ગયો છે.તેના માટે પહેલા તાંબાનો ઘાટ તૈયાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો.

મુખ્ય કાર્યપાલક અધિકારી સુનીલકુમાર વર્માએ જણાવ્યું હતું કે મંદિરના ગર્ભગૃહની સ્વર્ણિમ દીવાલોને શ્રદ્ધાળુઓ સ્પર્શ કરવાથી તેના પર ધિસોટા પડી રહ્યા છે. આથી તેની ચમક ઓછી થવાના ખતરાને ધ્યાને લઈને સોના પર પારદર્શી પડ ચડાવવાનું કામ શરૂ થયું છે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.