Western Times News

Gujarati News

આ કારણસર પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો

જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી આગામી ૧૩થી ૧પ જૂન સુધી પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મૂક્યો

હિંમતનગર, રીંછની રાજય વ્યાપી વસ્તી ગણતરી કરવાની હોવાથી ગુરુવારે જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કરી ૧૩ જૂનથી ૧પ જૂન સુધી મીની કાશ્મીર તરીકે પોળો ફોરેસ્ટ જંગલમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકો સિવાય બહારના તમામ લોકો પર પોળો ફોરેસ્ટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ અંગે જિલ્લા કલેકટર હિતેષ કોયાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે રાજયમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરીના ફળ સ્વરૂપે વન્ય પ્રાણીઓની વસ્તીમાં સતત વધારો થવા પામ્યો છે. વન્ય પ્રાણીઓના સુચારૂ વ્યવસ્થાપન માટે સમયાંતરે અંદાજ મેળવવામાં આવે છે.

રાજયમાં વર્ષ ર૦૧૬માં રીંછની વસ્તી ગણતરી કરાઈ હતી.ત્યારબાદ ચાલુ વર્ષે મે મહિનામાં રીંછની વસ્તી ગણતરીના ૬ વર્ષ પૂરા થતાં હોવાથી રીંછ વન્યપ્રાણીની રાજય વ્યાપી વસ્તી અંદાજ હાથ ધરવાનો થાય છે.

વન્યપ્રાણીઓની ગણતરી માટે ઉનાળાનો સમય અનુકુળ હોય છે. કારણ કે ઉનાળાની સિઝનમાં વન્યપ્રાણી ર૪ કલાક દરમિયાન ઓછામાં ઓછું એક વખત પાણી પીવા માટે જાય તે પૂર્વધારણાને આધારે જે તે વિસ્તારમાં આવેલ કાયમી અને કામચલાઉ પાણીના પોઈન્ટ ઉપર ગણતરીકાર દ્વારા ગણતરી કરવામાં આવે છે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા પોળો ફોરેસ્ટમાં તા.૧૩.૬.ર૦રર થી ૧પ.૬.ર૦રર એટલે કેત્રણ દિવસના સમય દરમિયાન રીંછની વસ્તી ગણતરી કરવાની હોવાથી પોળો જંગલ વિસ્તારમાં આ ત્રણ દિવસ બહારના પ્રવાસીઓ તેમજ પોળોની મુલાકાતે આવતા અન્ય કોઈ પ્રવાસીઓ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાે આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.