Western Times News

Latest News from Gujarat India

મોટાભાગના ઈતિહાસકારોએ મુઘલોના ઈતિહાસને મહત્વ આપ્યું

નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે મોટાભાગના ઇતિહાસકારોએ મુઘલોના ઇતિહાસને મહત્વ આપ્યું છે અને પંડ્યા, ચોલ, મૌર્ય, ગુપ્તા જેવા સામ્રાજ્યોના ગૌરવપૂર્ણ ઇતિહાસની અવગણના કરી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ ઈતિહાસકારોએ સામ્રાજ્યોનો ઉલ્લેખ કર્યો ત્યારે તેઓ માત્ર મુઘલ સામ્રાજ્યની જ વાત કરતા હતા.

નવી દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન સમયે શાહે સ્પષ્ટ કહ્યું કે અમને અમારો ઈતિહાસ લખતા કોઈ રોકી શકશે નહીં. હવે આપણે સ્વતંત્ર છીએ. હવે આપણે આપણો પોતાનો ઈતિહાસ લખી શકીએ છીએ. તેમણે કહ્યું કે સૌપ્રથમ વખત સમુદ્રગુપ્તે ભારતના વિઝનને સાકાર કરવાની હિંમત બતાવી, પરંતુ તેના પર કોઈ સંદર્ભ પુસ્તક લખવામાં આવ્યું ન હતું.

તેમણે ઈતિહાસકારોને કહ્યું કે, ‘ટીપ્પણીઓ છોડીને આપણે આપણો ગૌરવશાળી ઈતિહાસ જનતાની સામે રાખવો જાેઈએ. સંદર્ભ પુસ્તકો બનાવવી જાેઈએ. ધીમે ધીમે…જે ઈતિહાસ આપણે ખોટો માનીએ છીએ તે પોતાની મેળે બહાર આવશે. સત્ય ફરી સામે આવશે.

તેમણે કહ્યું કે ભારતે તેની સંસ્કૃતિ, ભાષા અને ધર્મ માટે ૧,૦૦૦ વર્ષ સુધી લડત આપી જે વ્યર્થ નથી ગઈ અને આ યુદ્ધ દરમિયાન બલિદાન આપનારાઓની આત્માને આજે ભારતનું પુનરુત્થાન જાેઈને શાંતિ મળશે. ‘મહારાણાઃ સહસ્ત્ર વર્ષો કા ધર્મ યુદ્ધ’ પુસ્તકનું વિમોચન કર્યા બાદ શાહે વર્તમાન સમયના લેખકો અને ઈતિહાસકારોને ઈતિહાસ પર ભાષ્ય આપવા અને દેશના ગૌરવશાળી ઈતિહાસને સંદર્ભ પુસ્તક તરીકે લોકો સમક્ષ રાખવા હાકલ કરી હતી.

તેમણે કહ્યું, ‘જ્યારે આપણો પ્રયત્ન કોઈના કરતા વધારે હોય છે, ત્યારે અસત્યનો પ્રયાસ આપોઆપ નાનો થઈ જાય છે. આપણે પ્રયત્નો વધારવા પર ધ્યાન આપવું જાેઈએ. જુઠ્ઠાણા પર ટીપ્પણી કરવાથી પણ જુઠ્ઠાણાનો પ્રચાર થાય છે. આપણો ઈતિહાસ લખતા આપણને કોઈ રોકતું નથી.

હવે આપણે મુક્ત છીએ. આપણે આપણો ઇતિહાસ જાતે જ લખી શકીએ છીએ.શાહે કહ્યું કે, જાે કોઈ પણ સમાજ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ઈચ્છતો હોય તો તેણે તેના ઈતિહાસમાંથી પ્રેરણા લેવી જાેઈએ અને તેના ઈતિહાસમાંથી શીખવું જાેઈએ અને આગળનો માર્ગ મોકળો કરવો જાેઈએ. તેમણે કહ્યું,

જાે આપણે આપણા દૃષ્ટિકોણથી ઈતિહાસ લખવાનું શરૂ કરીએપ તેના પર ચર્ચા કરીએ તો નવી પેઢી તે વિશે જાણી શકશે. આ લડાઈ ઘણી લાંબી છે. આ માટે જરૂરી છે કે આપણે આપણો ઈતિહાસ સામે રાખીએ.કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ઈતિહાસની અનેક ગૌરવશાળી ઘટનાઓ પર સમયની ધૂળ ખરી હતી, તે સમયની ધૂળને એક રીતે હટાવીને તે ઘટનાઓની તેજને લોકો સમક્ષ લાવવાનું કામ આ પુસ્તક દ્વારા કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે આનાથી સમાજમાંથી ખોટી માન્યતાઓ દૂર થશે. શાહે કહ્યું કે ઈતિહાસમાં ઘણા સામ્રાજ્યો હતા, પરંતુ જ્યારે પણ ઈતિહાસકારોએ સામ્રાજ્યોનો ઉલ્લેખ કર્યો ત્યારે તેઓ માત્ર મુઘલ સામ્રાજ્યની જ વાત કરતા હતા. તેમણે કહ્યું કે પંડ્યા સામ્રાજ્ય ૮૦૦ વર્ષ સુધી ચાલ્યું જ્યારે અહોમ સામ્રાજ્ય આસામમાં ૬૫૦ વર્ષ સુધી ચાલ્યું.

આ સામ્રાજ્ય બખ્તિયાર ખિલજીથી ઔરંગઝેબ સુધીને પરાસ્ત કર્યા આસામને સ્વતંત્ર રાખ્યું. શાહે કહ્યું કે એ જ રીતે પલ્લવ સામ્રાજ્ય ૬૦૦ વર્ષ, ચાલુક્ય સામ્રાજ્ય ૬૦૦ વર્ષ, મૌર્ય સામ્રાજ્ય ૫૦૦ વર્ષ અને ગુપ્ત સામ્રાજ્ય ૪૦૦ વર્ષ સુધી ચાલ્યું.

તેમણે કહ્યું કે બાજીરાવ પેશ્વાએ અટકથી કટક સુધી ભગવો લહેરાવવાનું કામ કર્યું હતું, પરંતુ ઘણી એવી વ્યક્તિઓ છે જેમના જીવનને પણ ન્યાય નથી મળ્યો. ગૃહમંત્રીએ કહ્યું, ‘આપણે પણ આ દિશામાં કામ કરવું જાેઈએ. આપણે આપણા સામ્રાજ્યો વિશે કામ કરવું જાેઈએ. શાહે કહ્યું કે જાે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર ન હોત તો ૧૮૫૭નું સત્ય છુપાયેલું રહેત. તેમણે કહ્યું, ઈતિહાસકારો જાણે છે કે આ યુદ્ધમાં કોણ જીત્યું અને કોણ હાર્યું.

પરંતુ તેઓ એ નથી જાણતા કે આ દેશ એવા લોકોના ઈતિહાસથી બન્યો છે જેઓ હાર્યા પછી પણ જીતી જાય છે. વર્ષો સુધી લડાઈઓ લડાઈ. ૧૮૫૭ના વિદ્રોહ વિશે પણ આપણે કહી શકીએ કે અમે હાર્યા. પરંતુ તેઓ જાણતા નથી કે તે ક્રાંતિએ આખા દેશને હચમચાવી દીધો હતો.

શાહે કહ્યું કે, ઈતિહાસ હાર અને જીતથી લખવામાં આવતો નથી, પરંતુ ઈતિહાસ એ ઘટનાની દેશ અને સમાજ પર શું અસર કરે છે તેનાથી રચાય છે. તેમણે કહ્યું કે આજે ભારતનું પુનરુત્થાન જાેઈને દેશ માટે લડનારા અને બલિદાન આપનારાઓની આત્માને શાંતિ મળશે. શાહે કહ્યું,

ફરી એક વાર વિશ્વ સમક્ષ ગર્વ સાથે ઊભા રહેવાની તક આવી છે… દેશ ઊભો થઈ રહ્યો છે. આ બધુ સરકારોતી નથી થતું, જ્યારે જાગૃતિની ચિનગારી સમાજમાં ફેલાય છે, તે અગ્નિમાં ફેરવાય છે, ત્યારે જ પરિવર્તન આવે છે. તો જ સમાજનું ગૌરવ જાગૃત થાય છે.ss3kp

Copyright © All rights reserved. | Developed by Aneri Developers