Western Times News

Latest News from Gujarat India

લોકતંત્રમાં હિંસાનું કોઈ સ્થાન નથીઃ અનુરાગ ઠાકુર

નમાઝ બાદ બબાલ પર બોલ્યા કેન્દ્રીય મંત્રી -કોઈ નેતા હોય કે સંગઠન, આગમાં ઘી ન નાખવું જાેઈએ તેનાથી લોકોની સાથે-સાથે રાજ્યને નુકસાન થાય છે: ઠાકુર

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રવિવારે કહ્યુ કે લોકતંત્રમાં હિંસાનું કોઈ સ્થાન નથી. સૂચના તથા પ્રસારણ મંત્રી ઠાકુરે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું- લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થા નથી. લોકતંત્રમાં દરેકને પોતાની વાત રાખવાની તક મળવી જાેઈએ અને જ્યારે વાતચીતના માધ્યમથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે તો પથ્થરમારો, આગચાંપી અને ઉપદ્રવને કોઈ સ્થાન નથી.

કેન્દ્રીય મંત્રી જુમાની નવાઝ બાદ ભડકેલી હિંસા પર બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું કે કોઈ નેતા હોય કે સંગઠન, આગમાં ઘી ન નાખવું જાેઈએ કારણ કે તેનાથી લોકોની સાથે-સાથે રાજ્યને પણ નુકસાન થાય છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કાયદો વ્યવસ્થા રાજ્યનો વિષય છે અને તેને બનાવી રાખવા પ્રદેશે કડક કાર્યવાહી કરવી જાેઈએ. અનુરાગ ઠાકુરે સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થાની સાથે ભારત પણ દુનિયામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેડી સિંહ બાબૂ સ્ટેડિયમમાં એક સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધો અને સફાઈમાં યોગદાન આપ્યું હતું. તેમણે હજરતગંજથી કેડી સિંહ બાબૂ સ્ટેડિયમ સુધી ફિટ ઈન્ડિયા રનને લીલી ઝંડી દેખાડી રવાના કરી અને યુવાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂતતા વધારવા તેમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી. સ્વચ્છતાની જરૂરીયાત પર ભાર આપતા ઠાકુરે કહ્યુ કે, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનથી દેશમાં ફેરફાર થયો છે અને લોકોની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું- જે સમયે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આપણે ભારતમાં રમત અને ફિટનેસની સંસ્કૃતિ વિકસિત કરવી જાેઈએ. તેમણે કહ્યું કે સરકાર ખેલાડીઓને દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers