Western Times News

Gujarati News

આ અદભૂત પ્રસંગની યાદગીરી રૂપે દર વર્ષે “ચિડા-દહીં” મહોત્સવ ભાડજમાં ઉજવાય છે

1008 કિલો કેરીના મનોરથ સાથે પાની હાટી ચિડા – દહીં મહોત્સવની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

અમદાવાદ પાનીહાટી એ ગંગા નદીના કિનારે (કલકત્તાથી ઉત્તરદિશામાં 10 માઈલદૂર) પશ્ર્મિ બંગાળરાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

ઈ.પૂ. સન 1486 વર્ષમાં સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ બંગાળમાં શ્રીધામ માયાપુરમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુરૂપે અવતર્યા હતા. તેમના આ અવતાર પાછળનો મુખ્ય ઉદેશ યુગધર્મ સ્થાપવાનો હતો –લોકસમુદાય દ્રારા ભગવાનના પવિત્ર નામનું રટણ કરવાનો હતો. ભગવાન બલરામ નિત્યાનંદ પ્રભુ સ્વરૂપે અવતર્યા હતા

અને ભગવાનના બીજા ઘણા બધા શાશ્વત સખાઓએ પણ એ સમયે જન્મ લીધો હતો અને ભગવાનના આ ઉદેશમાં સહભાગી બની જોડાયા હતા. શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી તેઓમાંના એક હતા.

શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી એ ભગવાનના એક સર્વોચ્ચ ભક્ત હતા અને તેઓ પાતે ગૃહત્યાગ કરવા ઈચ્છતા હતા અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંકિર્તન પ્રચારના ઉદેશમાં જોડાવા માંગતા હતા. પણ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેમને હમણાં આમ ન કરવા જણાવ્યુ હતુ અને આશ્વાસન આપ્યું હતું કે

ભગવાન શ્રીકૃષ્ણ તેમને માયાના બંધનમાંથી ટુંક સમયમાં મુક્ત કરાવશે. ત્યાર બાદ બે વર્ષ પછી નિત્યાનંદ પ્રભુ પાનીહાટી ગામમા આવ્યા અને ત્યાં રોકાયા હતા. આ સમયેપાનીહાટી ગામની નજીક આવેલ શ્રીકૃષ્ણપુરા ગામમાં રહેતા રઘુનાથ દાસાએ તેમનાપિતાશ્રી ગોવર્ધન મઝુમદારની આજ્ઞા મેળવી અને નિત્યાનંદ પ્રભુને મળવા પાનીહાટી આવ્યા હતા.

પાનીહાટી ગામમાં ગંગાનદીના કિનારે તેમણે વડવૃક્ષ નીચે ઘણા બધા ભક્તોથી ઘેરાયેલા અને ખડક પર બિરાજમાનનિત્યાનંદ પ્રભુને નિહાળ્યા.રઘુનાથ દાસા આ સમયે ભગવાનની નજીક જવામાં હટકચાટ અનુભવી રહ્યા હતા અને આથીતેમણે ભગવાનને દૂરથી જ નમન કર્યા હતા.

તેમ છતાં પણ ભગવાન નિત્યાનંદ પ્રભુએ તેમને નિહાળ્યા અને બળજબરીથી તેમને પોતાની પાસે બોલાવી તેમના મસ્તક પર પોતાના ચરણકમળનો સ્પર્શ કરાવ્યો. ભગવાને રઘુનાથ દાસાને આ મહાઉત્સવ ઉજવવાનો અને બધા ભક્તો ને ચીડા-દહીં (દહીં અને પૌઆ) પ્રસાદરૂપે વિતરણ કરવાનો આદેશ આપ્યો.

રઘુનાથ દાસાએ તુરંત જ પૌઆ, દૂધ,દહીં, મીઠાઈ, કેળા,ખાંડ અને બીજી ખાધવસ્તુઓની ખરીદી કરવાની વ્યવસ્થા કરી.પૌઆને દૂધમાં પલાળવામાં આવ્યા હતા જેમાંથી અડધા ભાગને દહીં, ખાંડ અને કેળા સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા જયારે બાકી રહેલ અડધા ભાગમાં ઘટ્ટ કરેલ દૂધ, શુધ્ધ ઘી અને કપૂર મિશ્રિ કરી સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા હતા. દરેક ભક્તને બે માટીના કોડીયા આપવામાં આવ્યા જેમાંથી એકમાં પૌઆ-દહીં અને બીજામાં પૌઆ-ઘટ્ટ કરેલ દૂધને પ્રસાદરૂપેપિરસવામાં આવ્યું હતું.

આ અદભૂત પ્રંસગની યાદગીરી રૂપે દર વર્ષે “ચિડા-દહીં” મહોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે યાત્રાળુઓ “ચિડા-દહીં ઉત્સવની ઉજવણી કરવા પાનીહાટી ગામની મુલાકાત લે છે.

દર વર્ષેની જેમ આ વર્ષે પણ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં પાલકી ઉત્સવ, ભગવાન શ્રી શ્રી નિતાઈ ગોરાંગને અભિષેક અને નૌકા વિહાર તથા ચિડા-દહીં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.

ઉત્સવ દરમ્યાન મંદિરમાં આવેલ કુંડને રંગબેરંગી ફૂલો કે જે નિર્મળ જળ ઉપર તરતા રહે તેમ સુંદરરીતે શણગારવામાં આવ્યો. ભગવાન શ્રી શ્રી નિતાઈ ગોરાંગને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી સુંદરરીતે શણગારેલ પાલકી દ્રારા મંદિરકુંડમાં લાવવામાં આવ્યા.

ત્યારબાદ ભગવાનશ્રીનો દૂધ, દહીં, મધ, ગોળનુ પાણી, અને વિશેષ ફળોના રસ દ્રારા અભિષેક કરવામાં આવ્યા. અભિષેકના ભાગરૂપે ભગવાનની પ્રતિમાને કુંડમાં ડૂબાડીને સ્નાન કરાવવામા આવી અને પૂષ્પો અર્પણ કરવામાં આવ્યા.અભિષેક બાદ ભવ્ય આરતી કરવામાં આવી અને ત્યારબાદ ભગવાનની પ્રતિમાને મંદિરના કુંડમાં નૌકાવિહાર કરાવવામાં આવ્યુ.

પૌઆને ઘટ્ટકરલે દૂધ, દહીં, ખાંડ, કેરી વિગેરે સાથે મિશ્ર કરીને જે રીતે રઘુનાથ દાસાએ ભક્તો માટે બધી તૈયારી કરી હતી એ રીતે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનનાવવામાં આવ્યા. આ બધા જ વ્યંજનો ભગવાન શ્રી શ્રી નિતાઈ-ગૌરાંગને અર્પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ હાજર સૌ ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.