Western Times News

Gujarati News

રશિયા અને ચીન વચ્ચે પ્રથમ હાઇવે પૂલ શરૂ

હાઈવે પૂલ બંને દેશ માટે મહત્વપૂર્ણબંને દેશોને પૂલ ખુલવાથી વેપારને વધુ પ્રોત્સાહન મળશે

મોસ્કો,  રશિયા અને ચીન વચ્ચે શુક્રવારે પહેલા હાઇવે પૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બંને દેશોને આશા છે કે આ પૂલ ખુલવાથી વેપારને વધુ પ્રોત્સાહન મળશે. #Russia and #China are opening the first automobile bridge across the Amur River between the two countries to start cargo traffic that will help boost trade turnover to $200 billion.

આ ક્રોસ બોર્ડરનું ઉદઘાટન એવા સમયે થયું છે જ્યારે મોસ્કોને યૂક્રેન પર હુમલાની સખત પશ્વિમી પ્રતિબંધોને સહન કરવા પડી રહ્યા છે. આરઆઇએ સમાચાર એજન્સીએ જણાવ્યું કે આ રશિયન શહેર બ્લાગોવેશચેંસ્કને અમૂર નદી (જેને ચીનમાં હેઇલોંગજિયાંગના નામથી ઓળખવામાં આવે છે) ના પાર ચીની શહેર હેગે સાથે જાેડે છે.

આ પૂલ ફક્ત એક કિલોમીટર લાંબો છે અને તેનો ખર્ચ ૧૯ બિલિયન રૂબલ (૩૪૨ મિલિયન ડોલર) છે. શુક્રવારે આતશબાજીના પ્રદર્શન વચ્ચે બંને છેડેથી માલવાહક ટ્રકોએ લેનના પૂલને પાર કર્યો.

રશિયન અધિકારીઓએ કહ્યું કે આ પૂલ વેપારને પ્રોત્સાહન આપીને મોસ્કો અને બીજિંગને એક સાથે લાવશે. આ પહેલાં ફેબ્રુઆરીમાં બંને દેશો દ્રારા ”કોઇ સીમા નહી’ ભાગેદારીની જાહેરાત કરી હતી. આ જાહેરાત દ્વારા યૂક્રેનમાં રશિયન સેના મોકલવાના થોડા સમય પહેલાં જ થઇ હતી.

રશિયાના સુદૂર પૂર્વમાં ક્રેમલિનના પ્રતિનિધિ યૂરી ટ્રૂટનેવે કહ્યું કે ‘આજની વિભાજિત દુનિયામાં રશિયા અને ચીન વચ્ચે બ્લાગોવેશચેંસ્ક-હેહે એક વિશેષ પ્રતિકાત્મક અર્થ છે.

ચીનના ઉપ પ્રધાનમંત્રી હૂ ચુનહૂઆએ ઉદઘાટનના સ્થળેથી કહ્યું કે ચીન તમામ ક્ષેત્રમાં રશિયા સાથે વ્યાવહારિક સહયોગને ગાઢ કરવા માંગે છે. રશિયાના પરિવહન મંત્રી વિટાલી સેવલીવે કહ્યું કે પુલ દ્વિપક્ષીય વાર્ષિક વેપારને ૧૦ લાખ ટનથી વધુ માલ માટે પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

રશિયન સાઇડ પર પુલનું નિર્માણ કરનાર ફર્મએ કહ્યું કે પૂલનું નિર્માણ ૨૦૧૬ થી ચાલી રહ્યું હતું અને મે ૨૦૨૦ માં પુરો થઇ ગયો હતો. પરંતુ કોવિડ ૧૯ પ્રતિબંધોના કારણે તેના ઉદઘાટનમાં મોડું થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.