Western Times News

Gujarati News

ચહેરાને સુંદર બનાવવા મોંઘી ટ્રીટમેન્ટ કરતાં આ ઘરેલું સીરમ વાપરો

એક ચમત્કારી સીરમ- શરીરને હેલ્થી રાખવાં આપણે જરૂરી વિટામિન અને મિનરલ્સ વાળો આહાર લેવો જાેઈએ એતો સૌ કોઈ જાણે જ છે ,પણ એ તમામ વિટામિન માં સૌથી અગત્યનું કોઈ વિટામિન હોય તો તે છે વિટામિન સી શરીરને રોજબરોજનો ઘસારો રીપેર કરવાથી માંડીને નવા કોષોનું નિર્માણ કરવાનું કામ વિટામિન સી વગર શક્ય નથી .

તે બ્લડપ્રેશરને નિયત્રંણ માં રાખે છે તેમજ શરીરના વણજાેઇતા ટૉક્સિલને શરીરમાંથી બહાર ફેંકે છે .આ વિટામિન આપણાં શરીરમાં બનતું નથી તેથી આપણે એને બહાર થી ખોરાક વાટે લેવું પડે છે . ખાટા ફળો અને અમુક લીલા શાકભાજી માંથી મળતું વિટામિન પાણીમાં ઓગળી શકે છે , તેથી શરીરમાં પાણીની માત્રાની કાળજી લેવી પણ જરૂરી છે .

વિટામિન ‘સી’ ની કમી થવાથી શરીરમાં વધુ થાક લાગવો અને નિસ્તેજ ચામડી લાગવી …એવા કેટલાય પ્રોબ્લેમ થવાં લાગે છે .એમાં ખાસ કરીને વાળ રફ થઇ જવા, દાંત કમજાેર થઇ જવા અને પીળા પડી જવા ,ચામડી સેન્સિટિવ થઇ જવી અને કેલોજન વગરની થઇ જવી એ મુખ્ય છે .

ખાટા ફળો જેવાકે લીંબુ , સંતરા આમળાં માં પ્રચુર માત્રામાં વિટામિન સી મળે છે. પુખ્ત વ્યક્તિને એક દિવસમાં પંચોતેર મિલીગ્રામ થી માંડીને સો મિલીગ્રામ જેટલાં વિટામિન સી ની જરૂર હોય છે. વિટામિન સી ખુબ પાવરફુલ એન્ટીઓક્સિડેન્ટ છે . દરેક વ્યક્તિ એ પોતાના રોજિંદા ખોરાકમાં ખાટા ફળો અને લીલા શાકભાજી નો ઉપયોગ અવશ્ય કરવો જાેઈએ .

વિટામિન સી ની કમી થી ચામડીનો ગ્લો જતો રહે છે અને ખરબચડી લાગે છે …માટે આજે ચામડીને ચમકદાર બનાવે એવું વિટામિન સીરમ ઘેર કેવી રીતે બનાવવું એ જાેઈશું .આ સીરમ લગાવવાથી ચહેરા પરના ડાઘા અને ઘબ્બા દૂર થાય છે .સન ટેન અને પિગ્મેન્ટેશન માં ખુબ સુંદર પરિણામ મળે છે. ચહેરા પર ની ચમક વધે છે .આવાં બહુ ઉપયોગી સીરમ ને બનાવવાં સીમિત સામગ્રીની જરૂર પડે છે . સીરમ બનાવવાની પદ્ધતિ ખુબ સરળ છે જે નીચે પ્રમાણે છે .

સૌ પ્રથમ સંતરાની ઉપરની પાતળી છાલ છરીથી કે પીલરની મદદ વડે ઉતારી લેવી. એના ઝીણા ટુકડા કરી લેવાં . મિક્સરમાં માત્ર ચાર ટેબલસ્પૂન શુદ્ધ પાણી કે ગુલાબજળ નાખી ક્રશ કરી લેવું .ત્યારબાદ એને ચોખ્ખા કોટન કપડાં થી ગાળી લેવું .હવે સંતરાની છાલ પીસીને નીકળેલા રસમાં ત્રણ ટેબલસ્પૂન શુદ્ધ બદામનું તેલ ઉમેરવું .

એક ટેબલસ્પૂન જેટલી એલોવીરા જેલ ઉમેરવી . ત્યારબાદ આ મિશ્રણને પાંચ મિનિટ સુધી સતત હલાવતાં રહેવું . આ મિશ્રણને એક ડાર્ક કલરની કાચની ચોખ્ખી બોટલમાં ભરી લેવું .બોટલને ફ્રિઝ માં મુકવી .કાચની બોટલનો રંગ ડાર્ક હોવો ખુબ જરૂરી છે કારણકે આ સિરમમાં એસોર્બિક એસિડ હોય છે જે હવાના સંપર્ક માં આવતાં કાળું પડવાં લાગે છે .

કાળું પડ્યા બાદ આ સીરમ વાપરવાં યોગ્ય રહેતું નથી . તેમજ સૂર્યપ્રકાશની પણ આ સીરમ પર નેગેટિવ અસર થાય છે તેથી આ બોટલને ડાર્ક અને સૂકી જગ્યાએ રાખવી જરૂરી છે .

આ મિશ્રણને માત્ર એક વિક સુધી જ વાપરવું , ત્યારબાદ નવું બનાવવું . આ સિરમને વાપરતાં પહેલાં પેચ ટેસ્ટ જરૂર કરી લેવું .કાનની પાછળની ચામડી પર લગાવી રાત સુધી રહેવા દેવું .જાે આપને ઇરિટેશન જેવું લાગે તો આ સિરમનો ઉપયોગ ન કરવો.

આ સિરમનો ઉપયોગ રાત્રે કરવાથી સારું પરિણામ મળે છે . સૂતા પહેલાં ચહેરાને સારા ફેસવોસથી ધોઈ માત્ર ચાર કે પાંચ ડ્રોપ હથેળીમાં લઇ ટેરવાં ની મદદથી ચહેરા પર હળવાં હાથે મસાજ કરવું . ત્યારબાદ સુઈ જવું . આ રીતે પંદર દિવસ સુધી નિયમિત ઉપચાર કરવાથી સુંદર પરિણામ મળે છે .ધીમે ધીમે ચામડીમાં કેલોજનનું પ્રમાણ વધે છે …. ચહેરાની રંગત બદલાઈ જાય છે ,કરચલીઓ અને ચામડીને લગતાં અન્ય પ્રોબ્લેમ્સ પણ દૂર થાય છે.

ખરેખર ….ઓછી સામગ્રીથી બનતું આ સીરમ ચહેરાને દેદિપ્યમાન બનાવે છે .ચહેરાની રોનક વધારે છે .ચામડીનો ટોન લાઈટ કરે છે જેથી આપણે ગોરા લાગીયે છીએ ,એ હકીકત છે. અત્યારે હાલ માર્કેટમાં મળતાં એન્ટિએજિંગ ક્રિમ તેમજ અન્ય ક્રિમની સરખામણી માં આ સીરમ અવશ્ય સુંદર પરિણામ આપે છે …..

શરત માત્ર એટલીજ છે કે , વ્યક્તિએ આસપાસ અને સહેલાઈથી મળતી વસ્તુઓનું મહત્વ જરાયે ઓછું ન આંકવું ,અને વિશ્વાસ અને ધીરજ રાખી આ પ્રયોગ કરવો .માર્કેટમાં મળતાં ક્રિમ ચામડીના છિદ્રો બ્લોક કરી દે છે જેથી ખીલની સમસ્યા વકરે છે ,માટે આવાં ક્રિમ નો મોહ ન રાખતાં આડઅસર વિનાની આસાની થી મળતી ચીજાે વાપરવી જાેઈએ. આ સિરમને દિવસે લગાડવાનું ટાળવું જાેઈએ .

રાત્રે સૂતી વખતે લગાવવાથી ચહેરા પર તે સાત થી આઠ કલાક સુધી ચામડી પર તે પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે . ચહેરાની રોનક તો નિર્દોષ હાસ્ય જ છે , પણ આ રોનકને પ્રદુષણ અને સ્ટ્રેસનું ગ્રહણ લાગે ત્યારે કેમિકલ વાળા ક્રિમ લગાવવાનું બંધ કરી , આયુર્વેદિક અને ઘરગથ્થું વસ્તુઓ નો ઉપયોગ કરી સુંદરતા વધારવાના પ્રયત્નો કરવાં જાેઈએ .

મોંઘી ટ્રીટમેન્ટ લઈને પણ લોકો ચહેરાને સુંદર બનાવવાની કોશિશ કરે છે …..કારણકે બેદાગ ચહેરો તમામ વ્યક્તિનું સપનું હોય છે .એ સપનું સાકાર કરવાં નિર્દોષ અને કોઈ આડઅસર વિનાના પ્રયોગ કરવાંમાં કોઈ હાનિ નથી. એવું મારું માનવું છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.