Western Times News

Gujarati News

સારા અલી ખાન રેડ કાર્પેટ પર બ્લેક ડ્રેસ પહેરીને આવી

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન એક એવી એક્ટ્રેસ છે જેણે માત્ર ૫ ફિલ્મો કરીને લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફિલ્મોમાં તેના ક્યૂટ અને સ્વીટ અંદાજ લોકોના દિલ જીતી રહ્યા છે ત્યાં રીયલ લાઇફમાં તેનો હોટ અવતાર પણ લોકોને પસંદ આવી રહ્યા છે.

એથનિક ડ્રેસિંગની ક્વીન સારા અલી ખાન જ્યારે પણ બોલ્ડ અવતારમાં તૈયાર થાય છે તો તેના સેક્સી પોઝ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ આ બ્યૂટીનો એવો જ એક અવતાર જાેવા મળ્યો હતો. તેનો આ અવતાર જાેઇને માનવું પડે એમ છે કે સારા ગ્લેમરને સમજે છે અને તેને રેડ કાર્પેટ પર કેવી રીતે સ્ટાઇલ કરવું તે પણ તેને સારી રીતે આવડે છે. ચાલો જાેઇએ આ સિઝન્ડ રેડ કાર્પેટ સ્લેયરના ફોટોઝ.

સૈફ અને અમૃતાની લાડલી સારા અલી ખાને હાલમાં એક ગ્રાન્ડ અને સ્ટાર સ્ટડેડ એવોર્ડ નાઇટમાં જાેવા મળી હતી, જ્યાં ટીવી સ્ટાર્સથી લઇને ફિલ્મી સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં કૃતિ, જ્હાનવી અને કિયારા જેવી બ્યૂટીઝ પણ જાેવા મળી હતી.

આ હસીનાઓએ પોતાના સ્ટાઇલિશ લૂક્સથી લોકોના ધ્યાન આકર્ષિત કર્યા હતા. આ ઇવેન્ટમાં સારા અલી ખાનની એન્ટ્રી થઇ લોકો તેને જ જાેતા રહી ગયા. સારાએ આ ઇવેન્ટમાં તેના કર્વી ફિગરને અનુરૂપ ડ્રેસ પહેર્યો હતો અને તેમાં તે ખૂબ હોટ લાગી રહી હતી.

આ ઇવેન્ટમાં સારા અલી ખાને સ્ટ્રેચેબલ મટીરિયલમાંથી બનાવેલો બ્લેક ડ્રેસ પહેર્યો હતો, અને આ ડ્રેસની ફિટિંગ ફિગર હગિંગ રાખવામાં આવી હતી. આ અટાયર એક્ટ્રેસે લંડન-ઇંગ્લેન્ડ બેઝ્‌ડ જાેર્જિયાના ફેશન ડિઝાઇનર ડેવિડ કોમાના કલેક્શનમાંથી પસંદ કર્યો હતો.

આ એક પ્રકારનો ફ્લોરલેન્થ આઉટફિટ હતો, જે તેના બોડીને સારી રીતે કોમ્પલિમેન્ટ કરી રહ્યો હતો. ડ્રેસમાં નૂડલ સ્ટ્રેપ્સ આપવામાં આવી હતી, જેની સાથે ડીપ કટ નેકલાઇન એક્ટ્રેસના લૂકને વધારે હોટ અને બોલ્ડ બનાવી રહી હતી. રેડ કાર્પેટ પર સ્લે કરતી સારા અલી ખાનના ડ્રેસમાં એવા ઘણા એલિમેન્ટ્‌સ હતા જે તેના લૂકને બોલ્ડ બનાવવાની સાથે તેનો સ્ટાઇલ કોશંટ પણ વધારી રહ્યા હતા.

ડ્રેસના ફ્રન્ટમાં રાખવામાં આવેલી સ્લિટ એવી હતી જે ટીઝિંગ ઇફેક્ટ ક્રિએટ કરી રહી હતી. આ સ્લિટમાં સારા તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી હતી.

આ અટાયરમાં ડીપ કટ નેકલાઇન અને સ્લિટ ડિઝાઇન સહિત હજી એક એવી ડિટેલ હતી જેણે સારાના આખા લૂકને હાઇટ આપે છે અને તે છે વેસ્ટ એરિયા પર ટૂલ ડીટેલ. જેમાં તેના સાઇડ કર્વ્સ અને ટોન્ડ બોડી હાઇલાઇટ થતું હતું. તેમાં કોન્ટ્રાસ્ટિંગ લૂક માટે વ્હાઇટ કલરનો ડિઝાઇનરનો સિગ્નેચર માર્ક પણ એડ કરવામાં આવ્યો હતો. આ માર્કને લેગ્સ પોર્શન સાથે જાેડવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.