Western Times News

Latest News from Gujarat India

નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ દ્વારા ૮મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ ની કચેરી દ્વારા નડીયાદ તાલુકા ના ડભાણ માં આવેલ ,સી.એમ.પટેલ.હાઇસ્કુલ માં ૮માવિશ્વ યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી

નેહરુ યુવા કેન્દ્ર ના મહેશ રાઠવા દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી ઇશાન ચૌધરી યોગ ગુરુ નું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દીપ પ્રગટાવી મહેમાનો દ્વારા સદર કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો.ત્યારબાદ યોગ ગુરુ તરીકે તેમની ટીમ સાથે પધારેલ ઇશાન ચૌધરી દ્વારા વિવિધ યોગાસનો-પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.

હાજર રહેલ યુવાનો ને યોગગુરુ દ્વારા ૨૭ જેટલા આસનો નો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે ભુપેન્દ્ર રાવલ,આચાર્ય શ્રી સી.એમ.પટેલ.હાઇસ્કુલ, મહેશ રાઠવા,જિલા યુવા અધિકારી.નેહરુ યુવા કેન્દ્ર , દિપકભાઇ બારૈયા,ટ્રસ્ટી જનમંગલ ફાઉન્ડેશન સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંજય પટેલ,પ્રોગ્રામ-કન્વીનરે તેમજ નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદના રાષ્ટ્રીય યુવા કર્મીઓ ના સહયોગ થી થયું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers