Western Times News

Gujarati News

નેક્સસ મોલ્સની તમામ પ્રોપર્ટીમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ લગાવવામાં આવશે

પ્રથમ તબક્કામાં જૂન 2022થી નવી મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદના નેક્સસ મોલ્સમાં ચાર્જિંગ સ્ટેશન્સ ઉપલબ્ધ થશે.

જિયો-બીપી નેક્સસ મોલની ઇવી સફરને વેગવંતી બનાવશે

મુંબઈ: નેક્સસ મોલ્સે 13 શહેરોમાં તેમના 17 મોલ્સના પોર્ટફોલિયોમાં અત્યાધુનિક ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) ચાર્જિંગ સ્ટેશનો અને બેટરી સ્વેપિંગ સ્ટેશન શરૂ કરવા માટે ફ્યૂઅલ અને મોબિલિટી ક્ષેત્રે આરઆઇએલ અને બીપી વચ્ચેના સંયુક્ત સાહસ જિયો-બીપી સાથે તેના જોડાણની જાહેરાત કરી છે. Jio-bp to power Nexus Malls EV journey

જિયો-બીપી એક એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહી છે જે ઇવીની મૂલ્ય શ્રૃંખલામાં સમાવિષ્ટ તમામ હિતધારકો માટે લાભકર્તા રહેશે અને ગયા વર્ષે કંપનીએ ભારતના બે સૌથી મોટા ઇવી ચાર્જિંગ હબનું નિર્માણ કરી તેનું લોન્ચિંગ કર્યું હતું.

આ ભાગીદારીના ભાગરૂપે નેક્સસ મોલ્સમાં ટુ અને ફોર વ્હીલર ઈવી માટે 24×7 ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટોલ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જૂન 2022થી નવી મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદના નેક્સસ મોલ્સમાં ચાર્જિંગ સ્ટેશન્સ ઉપલબ્ધ થશે.

ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે નેક્સસ કંપની તેમના ગ્રાહકોને તેમના મોલ્સ પર વાહનો ચાર્જ કરવા માટે પ્રોત્સાહિત કરશે તેની સાથે કંપની અન્ય પર્યાવરણીય દૃષ્ટિએ સભાનતા કેળવવા માટેની અન્ય પહેલોનો પણ સમાવેશ કરશે.

નેક્સસ હાલમાં 13 શહેરોમાં 17 મોલ સાથે દેશના સૌથી મોટા મોલ માલિકોમાંની એક કંપની છે જે પહેલાથી જ 100% બિઝનેસ રિકવરી કરી રહ્યા છે. મહામારી દરમિયાન નેક્સસ મોલ્સે ગ્રાહકોને મોલ્સના પરિસરમાં તેમની સલામતી અને સ્વચ્છતાની ખાતરી આપવા માટે અનેક પગલાં લીધાં છે. તેના કારણે જ મોલ્સ ઉદ્યોગમાં નેક્સસ સૌથી વધુ ઝડપે બિઝનેસ રિકવરી હાંસલ કરી શક્યું છે અને નેક્સસ મોલ્સ તેમના શહેરોમાં સૌથી વધુ પસંદગીના સ્થળો બન્યા છે.

સંયુક્ત સાહસનો ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ ભારતીય ગ્રાહકોને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને તે જિયો-બીપી પલ્સ બ્રાન્ડ હેઠળ કાર્યરત છે. જિયો-બીપી પલ્સ મોબાઈલ એપ દ્વારા ગ્રાહકો સરળતાથી નજીકના ચાર્જિંગ સ્ટેશન શોધી શકે છે અને તેમના ઈવીને સરળતાથી ચાર્જ કરી શકે છે.

ઇલેક્ટ્રિફિકેશનમાં આરઆઇએલ અને બીપીની શ્રેષ્ઠ શક્તિઓનો ઉપયોગ કરીને સંયુક્ત સાહસ એક એવી ચાર્જિંગ ઇકોસિસ્ટમ બનાવી રહી છે જે ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રની મૂલ્ય શ્રૃંખલામાં તમામ હિસ્સેદારોને લાભકર્તા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.