Western Times News

Latest News from Gujarat India

બોટાદની ખાનગી શાળામાં ચાલતો હતો બિનકાયદેસર ડીઝલ પમ્પ

બોટાદ, શહેરની ખાનગી શાળામાં ઝડપાઈ ૮૦૦૦ લીટરની ડીઝલ ટેન્ક. શાળા પરીસરમાં શાળાના વાહનમાં ડીઝલ પુરવા માટે પમ્પની વ્યવસ્થા કરાઇ હોવાનો બચાવ. બાતમીના આધારે મામલતદાર તેમજ પુરવઠાની ટિમ પહોંચી સ્થળ પર મંજૂરી વગર ૩૦૦૦ લીટરનો ડીઝલ જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ છે.

ડીઝલનો જથ્થો ડીઝલ ટેન્ક સહિત સીલ મારવાની કામગીરી કરવાની તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું મામલતદારે નિવેદન આપ્યું હતું. શાળા ટ્રસ્ટી દ્રારા એ.સી. શાળા હોય ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સ્વીકાર્યું તો મંજૂરી ન હોય તે વાત નો પણ સ્વીકાર કર્યો હતો.

બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ આર.એ.કળથીયા સ્કુલમાં આશરે ૮૦૦૦ લીટરનો સંગ્રહ કરી શકાય તે મુજબની ટેન્ક તેમજ ભૂગર્ભમાં એક ટેન્ક સાથે ડીઝલ ભરવાના ૨ બેરલ સાથે ડીઝલ પમ્પ જાેવા મળ્યો હતો.. બોટાદ મામલતદારને મળેલ માહિતી મુજબ આજ રોજ પુરવઠાની ટિમ સાથે અધિકારીઓ શાળા કેમ્પસ ખાતે દોડી આવ્યા હતા.

જ્યાં શાળાના કેમ્પસમાંજ અલગ સર્વે નંબરમાં ૮૦૦૦ લીટરની ડીઝલ ટેન્ક તેમજ ભૂગર્ભમાં ડીઝલ ટેન્ક મળી આવી તેમજ શાળા કેમ્પસમાં બે બેરલ ડીઝલના મળી આવ્યા હતા. આ ઉપરાંત શાળાના વાહનમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી વગર ડીઝલ પમ્પ પણ બનાવવામાં આવેલ હતો.

જે બાબતની સંપૂર્ણ તપાસ કરતા મામલતદાર દ્રારા જણાવવામાં આવ્યું કે, આશરે ૩૦૦૦ લીટર ડીઝલનો જથ્થો ઝડપયો છે. તેમજ આ ડીઝલ રાખવામાં માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવેલી નથી. જેને લઈ હાલ તો આ તમામ ડીઝલ ટેન્ક અને પમ્પને સીલ મારવામાં આવશે અને આગળ ની કાર્યવાહી કાયદાકીય રીતિ કરવામાં આવશે.

ત્યારે શાળાના ટ્રસ્ટી જ્યંતીભાઈ દ્રારા આ મામલે પોતાની શાળાની ગંભીર બેદરકારીનો લુલો બચાવ કરતા જણાવવામાં આવેલ કે શાળામાં એસી હોય તેના માટે ડીઝલનો વપરાશ હોય રાખવામાં આવે છે. પણ શાળાના કેમ્પસમાં બસમાં ડીઝલ ભરવા માટેનો સમય પણ મુકવામાં આવેલ હોય છે. જે બાબતનો ટ્રસ્ટી દ્રારા અસ્વીકાર કરી હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

મીડિયાના સીધા સવાલનો ગોળ ગોળ જવાબ આપી બચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ શાળામાં મળેલ માહિતી મુજબ આશરે ૨૦૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરતા હોય શાળા કેમ્પસમાં આ પ્રમાણેનો ગેરકાયદેસર રીતે ડીઝલ પમ્પ બનાવવો કેટલો યોગ્ય અને જાે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે હાલ તો અધિકારી દ્રારા તપાસની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે પણ ખરા અર્થમાં તપાસ થવી જાેઈએ અને આવા શાળા સંચાલકો સામે સખત કાર્યવાહી થવી જાેઈએ નહિતર આગામી દિવસોમાં અન્ય શાળામાં પણ ડીઝલ પમ્પ જાેવા મળી શકે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers