રશિયા પાસેથી નિશ્ચિત ભાવથી જ ઓઈલ ખરીદવા G-7 દેશોનો ર્નિણય
બર્લિન, રશિયાના યુક્રેન પરના આક્રમણને કારણે વિશ્વ જગતમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને આર્થિક મોરચે બંને દેશો કોમોડિટી અને ઈંધણ સંબંધિત મોટા ઉત્પાદકો દેશો હોવાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને મસમોટું નુકશાન આ યુદ્ધથી થઈ રહ્યું છે. રશિયાના અતિક્રમણને કારણે ક્રૂડ ઓઈલની સાથે નેચરલ ગેસના ભાવમાં પણ ફેબ્રુઆરી બાદ ભડકો આવ્યો છે અને તેને કારણે મોંઘવારીએ પણ માઝા મુકી છે.
જી-૭ સમૂહની યોજાયેલ બેઠકમાં રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની નેમ સાથે ટોચના દેશોએ હવે રશિયાના ક્રૂડ ઓઈલ પર પ્રાઈસ કેપિંગ કરવાનો નિર્ધાર કર્યો છે
ક્રૂડ ઓઈલ પર ટોચની ભાવ મર્યાદા લાગુ કરવા માટે જી-૭ સમૂહના વડાઓએ પ્રસ્તાવ મંજૂર કર્યો હોવાના અહેવાલ છે. જાેકે આ પ્રાઈસ કેપિંગમાં માત્ર ક્રૂડને જ સમાવી લેવાશે કે કુદરતી ગેસનો પણ સમાવેશ થશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
જાેકે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખે મોંઘવારી અંગે વિરોધ વ્યકત કતા રશિયા જ નહિ પરંતુ અન્ય ક્રૂડ નિકાસકાર દેશો પર પણ આ પ્રકારના પ્રાઈસ કેપિંગ લાદવા હિમાયત કરી છે.
તેમણે કહ્યું કે મોંઘવારીને કાબૂમાં લેવા અને આર્થિક ઉથલપાથલને કાબૂમાં લેવા માટે રશિયાની સાથે-સાથે સાઉદી અરેબિયા નાઈજીરિયા જેવા દેશો જે ઓપેકમાં રહીને કાર્ટેલ કરી રહ્યાં છે તેમના પર પણ અંકુશ લગાવવા આ પ્રાઈસ કેપિંગ લાગુ કરવા જણાવ્યું છે.
જાેકે રશિયાના પર ભાવ અંકુશ લાદવાના પ્રસ્તાવ પર સૌકોઈ એકમત થયા હતા પરંતુ ફ્રાંસના રાષ્ટ્રપતિના તમામ દેશો પર પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવ પર ખચકાટ અનુભવ્યો હતો. બ્રિટન સહિતના દેશોનો મત હતો કે જાે આ પ્રાઈસ કેપ સાઉદી કે અન્ય ઓપેક જે નોન-ઓપેક દેશો પર લાગુ પડશે તો માનવસર્જિત અછત સર્જાશે અને મોંઘવારી ડામવા લીધેલ આ પગલું વધુ મોંઘવારી નોતરશે.SS2KP